પ્રભારી સચિવ પી.સ્વરૂપના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટરશ્રી ડો.વિપિન ગર્ગ અને જિલ્લા વિકાસ અધિકારી વી.એન.શાહની ઉપસ્થિતીમાં તાપી જિલ્લા સર્કિટ હાઉસ ખાતે ઉદવહન સિંચાઇ પ્રોજેકટ,એસપિરેશનલ બ્લોક,ક્ષય રોગની સ્થિતિ વિગેરે બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સચિવ એ વિવિધ વિભાગોની સમીક્ષા કરતા ઉદવહન સિંચાઇ યોજના કુકરમુંડા-નિઝર તાલુકા માટે ખુબ જ મહત્વની બાબત છે.એમ જણાવી તેમણે આ બાબતને અત્યંત ગંભીરતાથી કામગીરી કરવા અને કામગીરીમાં વધારે વિલંબ થતા નિયુક્ત કરેલ એજન્સીનો નેગેટીવ રીપોર્ટ ઉચ્ચ કક્ષાએ મોકલવા સંબંધિત વિભાગને સુચના આપી હતી.
આ સાથે સચિવ પી.સ્વરૂપએ ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ તાપી જિલ્લામાં ટીબીના દર્દીઓને પારખી તેઓનું યોગ્ય સ્ક્રીનીંગ અને સારવાર મળે તે સુનિશ્વિત કરવા જણાવ્યું હતું.તેમણે ટીબીના દર્દીઓને આપવામાં આવતી કીટ,દવાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી.તેમણે સંકલ્પ યાત્રા દરમિયાન વિવિધ યોજનાકિય મટીરીયલ પ્રદર્શિત કરી નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590