તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ઢોડિયાવાડમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે સમસ્ત ઢોડિયાવાડ પરિવાર દ્વારા ત્રિદિવસીય સંગીતમય શ્રીમદ ભાગવત સત્સંગનું આયોજન કર્યું હતું. આંતરરાષ્ટ્રીય કથાકાર પ.પૂ. અભય બાપુ (કતારગામ) ના મુખારવિંદે ભક્તોએ સત્સંગનું રસપાન કર્યું હતું. કથા પૂર્વે પરેશભાઈ પટેલના નિવાસસ્થાને થી તાત્કાલિક હનુમાન મંદિર થઈ કાર્યક્રમ સ્થાન સુધી પોથી યાત્રા યોજાઈ હતી.
આ ત્રિ દિવસીય સત્સંગમાં કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધનપૂજા, કૃષ્ણ સુદામા મિલન, સહિત અનેક પ્રસંગો ઉજવવામાં આવ્યા હતા. સત્સંગમાં સ્થાનિક ભાઈઓ બહેનો સહિત દૂર દૂરથી લોકો પધાર્યા હતા અને જ્ઞાન ગંગા સમ સંગીતમય સત્સંગ સરિતામાં ભક્તિની ડૂબકી લગાવી ભાવ વિભોર થયા હતા. ભાગવત સત્સંગ દરમિયાન ધોરણપારડી ના અષ્ટાંગ યોગ સિધ્ધ યોગ ગુરુ પૂ. પ્રદીપજી ઉપરાંત સત્સંગ ના અંતિમ દિવસે નિવૃત આઇ પી એસ ડી.જી.વણઝારા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વ્યારાના રવિદાસ બાપુ એ સત્સંગનો દોરીસંચાર સાંભળ્યો હતો. દાતાઓના સહયોગથી સ્ત્રોત ગણને સત્સંગનાં અંતે મહાપ્રસાદી નો પણ લાભ મળ્યો હતો. આ સંગીતમય સત્સંગનું આયોજન ઉમેદભાઈ સહિત સરપંચ ઉષાબેન, નરેદ્રભાઈ, હેમંતભાઈ, પરેશભાઈ સહિત ડોલવણ ધોડિયાવાડના પરિવારજનો તથા યુવાનોએ કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590