સોનગઢ-ઉકાઇ રોડ પર આવેલ સીપીએમ કંપનીમાં પરપ્રાંતીય ૨ ટ્રક ડ્રાઇવરો વચ્ચે મારામારી થતા એક ડ્રાઈવરની હત્યા કરાઈ હોવાનો બનાવ ઉકાઇ પોલીસ
મથકે દાખલ કરવામાં આવ્યો છે.
સોનગઢના ઉકાઇ રોડ પર અવેલ સીપીએમ કંપનીમાં સામાન્ય બાબતે ૨ ટ્રક ડ્રાઇવરો વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો, જેમાં એક ટ્રક ડ્રાઈવરની હત્યા કરાઈ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.ફરીયાદી ટ્રક ક્લીનર અવધેશ કુલ્લુર યાદવ નાનો ગઇ તા.૩૧/૦૩/૨૦૨૩ નારોજ કન્ટેનર ગાડી નંબર જીજે/૧૪/ડબ્લ્યુ/૧૪૪૩ ગાડી પર ક્લીનર તરીકે કામ કરે છે જ્યારે આ ગાડીનો ડ્રાઇવર આકાશ હીરાલાલ માજી છે બને રહે,મહારાગંજ જી.આઝમગઢ (ઉત્તર પ્રદેશ) તેમજ ડ્રાઈવર સુભાષચંદ્ર શ્રીદાયારામ યાદવ રહે,દિદરગંજી થાના વિહારગંજ જી.આજમગઢ (યુપી) નાનો જીજે/૧૪/ એક્સ/૦૩૪૫ની લઇને સિવડ યાર્ડ સુરત ખાતેથી ચૂનો ભરી લઇને ઉકાઇના સીપીએમ ખાતે પહોંચ્યા હતા. ત્યારે કન્ટેનર ગાડી નંબર જીજે/૧૪/એક્સ/ ૧૦૬૬નો ડ્રાઇવર ઇન્દ્રેશ બરસાતું બિંદ રહે,દિગંજી થાના વિહાગંજ જી.આજમગઢ (યુપી) નાનો પહેલાથી પાર્કિંગમાં હતો.
મોડી સાંજ સુધીમાં ગાડીઓ ખાલી થઇ ન હતી જોકે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના આસપાસ ડ્રાઇવર આકાશ માજી તથા ઇન્દ્રેશ બિંદ બને જણા ગાળાગાળી કરી ઝગડ્યાં હતા. જોકે ત્યાં હાજર અન્ય લોકોએ ઝગડો ન કરવાનું કહી ઝગડો છોડાવ્યો હતો. બાદમાં રાત્રીના આશરે નવ વાગ્યાની આસપાસ બને જણા ફરી બીજી વાર ઝગડો કરવામાં લાગ્યા હતા, તે સમયે કંપનીના સિક્યુરિટી ગાર્ડે અન્ય ગાડી પાસે આવી અવધેશ યાદવને ઝગડો રોકવા માટે કહેતા આ બંને જણા ઝગડો રોકવા ગયા હતા જોકે ત્યાં જઈ જોતા આકાશ માજી ગંભીર હાલતમાં જમીન પર પડ્યો હતો જેને તાત્કાલિક એમ્બ્યુલન્સ ગાડીમાં સોનગઢ ખાતે સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જતા ફરજ પરના તબીબે તપાસ કરતા આકાશ માજી ને મૃત જાહેર કર્યો હતો.બનાવ અંગે ક્લીનર અવધેશ યાદવની ફરિયાદના આધારે ઉકાઇ પોલીસે ડ્રાઇવર ઇન્દ્રેશ બિંદ વિરુદ્ધ આજરોજ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590