મહેશ પાડવી (પ્રતિનિધિ ) : નિઝર તાલુકાના રાયગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ શાળામાં નિયમિતપણે હાજર રહે અને વર્ષ દરમિયાન સારો દેખાવ કરે તે હેતુથી સો ટકા હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને ઇનામ સ્વરૂપે સાયકલ તથા મોબાઈલ ફોન આપવામાં આવ્યો હતો. તેમજ તેજસ્વી તારલાઓને પણ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
નિઝર તાલુકાના રાયગઢ ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળાના ધોરણ ૮ ના વિદ્યાર્થીઓનો આજે વિદાય સમારોહ તથા પ્રથમ સત્રમાં સારો દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ જૂન માસથી આજરોજ સુધી એક પણ દિવસ ગેરહાજર ન હોય તેવા વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ વિદ્યાર્થીઓની આજ દિન સુધી સો ટકા હાજરી જોવા મળી હતી. ત્યારે ડ્રો સિસ્ટમ થી ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ઇનામ આરવી રાજીવ ગામીત (ધો.૪) ને ૮૫૦૦/- રૂપિયાની કિંમતનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન આપવામાં આવ્યો હતો. અને બીજો ક્રમો મેળવનાર સોનલ વિનોદ નાયક (ધો.૮) ને ૪૫૦૦/- રૂપિયાની કિંમતની સાયકલ આપવામાં આવી હતી. તેમજ ત્રીજો ક્રમ મેળવનાર વિધિ કમલેશ ભીકડીયા (ધો.૭) ને પણ સાયકલ આપવામાં આવી હતી.
શાળામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ આદર્શ વિદ્યાર્થીની ની પસંદગી કરવામાં આવી હતી. જેમાં આદર્શ વિદ્યાર્થીની તરીકે રિધીમા રાજેન્દ્ર વળવી (ધો.૮) ને પસંદગી કરવામાં આવી હતી. તેમને ધોરણ ૯ માં અભ્યાસ માટે મદદરૂપ થાય તે માટે શાળા તરફથી ૫૦૦૧/- રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. ત્યારબાદ દરેક વર્ગના સૌથી વધારે હાજરી ધરાવનાર વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા. અને પ્રથમ સત્રમાં સારો દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અને આખરે શાળામાંથી વિદાય લેતા વિદ્યાર્થીઓ માટે શાળા સ્ટાફ દ્વારા તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળા માંથી વિદાય લઈ રહેલા વિધાર્થીઓ માટે શાળાના આચાર્ય શૈલેષભાઈ વસાવા દ્વારા બાળકોને મોટી વેટ કરવામાં આવ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590