નિઝરના ભીલજાંબોલી ગામની 43 વર્ષીય મહિલા ગત તારીખ 30/01/ 2024 ના રોજ પોતના ઘરેથી નિઝર તાલુકા પંચાયતમાં જૂથની મિટિંગમાં જવાનુ કહી નીકળેલ હતી. પરંતુ મહિલા પોતના ઘરે પરત ન આવતા મહિલાના પતિ સહીત તેમના કુટુંબ પરિવારે ગુમ થનાર મહિલાની શોધખોળ કરી હતી .તેમ છતાં ગુમ થનાર મહિલા ન મળતા મહિલાના પતિ દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરી જાણવા જોગ ફરિયાદ આપી છે.
નિઝર પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર નિઝર તાલુકાના ભીલજાંબોલી ગામે રહેતા જ્યોતિબેન ઈલેશભાઈ વળવી ( ઉ. વ.43) ગત 30 મી, જાન્યુઆરી 2024 ના રોજ પોતના ઘરેથી નિઝર ખાતે તાલુકા પંચાયતમાં જૂથની મિટિંગમાં જવાનું કહીને રિક્ષામાં બેસીને નીકળી હતી. જે ગુમ થનાર મહિલા આજ દિન સુધી પોતના ઘરે આવેલ નથી.નિઝર તાલુકા પંચાયતમાં જૂથની મિટિંગમાં ગયેલ ત્યારે તેમણે શરીરમાં સફેદ તથા લાલ કલરની ફૂલવાળી સાડી તથા મરૂન કલરની બલાઉઝ પહેરેલ છે.તથા પગમાં ચંપલ પહેરેલ છે. તેની ઊંચાઈ આશરે સાડા પાંચ ફૂટ જેટલી છે. તેઓ શરીરે મધ્યમ બાંધાની રંગે ઘઉં વર્ણ અને મોઢું લંબગોળ છે.મહિલા ગુજરાતી, હિન્દી ભાષા અને વસાવા બોલી બોલે છે. ગુમ થનાર મહિલાને કુટુંબ પરિવાર સહીત તેના સગા સંબંધીઓ આજદિન સુધી તપાસ કરતા કે કરાવતા મળી આવેલ નથી. કે પરત ઘરે આવેલ નથી. જે અંગે ગત રોજ ગુમ થનાર મહિલાના પતિ ઈલેશભાઈ સુરસિંગભાઈ વળવી દ્વારા નિઝર પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590