Latest News

વાલોડના બાજીપુરા ખાતે મોટરસાયકલ સ્લીપ થઈ જતાં,ભીમપોરના યુવકનું મોત

Proud Tapi 20 Feb, 2024 06:10 AM ગુજરાત

વાલોડ તાલુકાના બાજીપુરા ગામ ખાતે મોટરસાયકલ સ્લીપ થઇ જતાં અકસ્માત સર્જાયો હતો.એકાંતમાં ભીમપોર ગામના યુવકનું મોત નિપજ્યું હતું.

વાલોડ તાલુકાના ભીમપોર ગામ ખાતે રહેતા હિરેન રાજુ ગામિત પોતાના કબજાની મોટરસાયકલ રજી.નં.GJ -26-AG -1271 પર સવાર થઈ બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા સુરત ધૂલિયા બાયપાસ નેશનલ હાઈવે નં.૫૩ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પોતાના કબજાની મોટર સાયકલ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લેતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દેતા મોટરસાયકલ સ્લીપ થઈ ગઈ હતી. અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં હિરેન  ગામિતને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતું. અકસ્માતને લઈને વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post