સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ અને દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસના આરોપી સંજય સિંહને જામીન આપી દીધા છે.
સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને દિલ્હી એક્સાઇઝ કૌભાંડ કેસના આરોપી સંજય સિંહને જામીન આપી દીધા છે. આ મામલામાં સીએમ અરવિંદ કેજરીવાલ, કે કવિતા, મનીષ સિસોદિયા હજુ પણ તિહાર જેલમાં છે. આવી સ્થિતિમાં લોકસભાની ચૂંટણી પહેલા તેમના માટે જામીન મેળવવાનો રસ્તો સાફ દેખાઈ રહ્યો છે.
સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પૂછ્યું હતું કે શું તમે સંજય સિંહના જામીનનો વિરોધ કરો છો, ત્યારબાદ EDએ તેમના જામીનનો વિરોધ કરવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે સંજય સિંહ હવે છ મહિના પછી જેલમાંથી બહાર આવશે.નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દિલ્હી એક્સાઈઝ કૌભાંડને લઈને ખૂબ જ કડક વલણ અપનાવી રહ્યું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા સંજય સિંહનું જેલમાંથી બહાર આવવું એક મોટા સમાચાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590