સાંસદ બંદી સંજયની ધરપકડથી રાજકારણ ગરમાયું
તેલંગાણાના ભાજપ અધ્યક્ષ અને સાંસદ બંદી સંજયને પોલીસ દ્વારા કરાયેલી ધરપકડનો મામલો ગરમાઈ રહ્યો છે. પોલીસ સંજયને મેડીકલ તપાસ માટે પલકુર્થીની એક હોસ્પીટલમાં લાવી છે. આ દરમિયાન કાર્યકર્તાઓએ કાફલાને રોકવાની કોશિશ કરી હતી.હંગામાને કારણે પોલીસે દેખાવકારો પર લાઠીચાર્જ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ભાજપ કાર્યકર્તાઓ રસ્તા પર ઉતરીને તેલંગાણા ભાજપના અધ્યક્ષ અને સાંસદ બંદી સંજયની ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પાર્ટીનાં હૈદ્રાબાદ પ્રમુખ રામચંદ્ર રાવ સાથે વાત કરી સંજયની ધરપકડના બારામાં પુછપરછ કરી છે.ભાજપના પ્રદેશ મહાસચીવ પ્રેમેન્દ્ર રેડ્ડીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં વિધ્ન નાખવા માટે પોલીસે સંજયની ધરપકડ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590