રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે ધૂમાડાના ગોટે ગોટા 5 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે રાજકોટના TRP ગેમ ઝોનમાં શનિવારે સાંજે લાગેલી ભીષણ આગમાં 12 વર્ષથી ઓછી ઉંમરના 12 બાળકો સહિત કુલ 28 લોકોના કરૂણ મોત થયા હતા.
રાજકોટમાં બનેલી ઘટના બાદ તાપી જિલ્લાનું તંત્ર પણ કામે લાગ્યું છે, જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને વ્યારા નગરપાલિકાના સ્ટેશન ફાયર ઓફિસરની ટીમે વ્યારા તાલુકામાં આવેલી IRIS પ્લાઝા અને રાધે સિનેપ્લેક્સ સિનેમામાં ફાયર સેફ્ટી સુવિધાઓની નિરીક્ષણ કરીને ખાતરી કરી હતી.
સુરક્ષા વ્યવસ્થા તેમજ ફાયર સેફટી અંગેની સુવિધાઓ તથા એક્ઝિટ માટેના દરવાજાઓ હંમેશા ખુલ્લા રાખવા અને ફાયર સેફ્ટી માટે તકેદારી રાખવા જરૂરી સૂચનો આપવામાં આવેલ છે. વધુમાં વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ટિચકપુરા ગામે આવેલી ગેમ ઝોન હાલ સંપુર્ણ પણે બંધ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590