Latest News

અમદાવાદીઓ આજથી ટ્રાફિકના આ 16 નિયમો તોડ્યા તો આવશે મેમો,આજથી શહેરમાં 6200 કેમેરાથી ટુ વ્હીલર, કાર અને ઓટો રિક્ષા પર બાજ નજર રાખવામાં આવશે.

Proud Tapi 03 Apr, 2023 04:51 AM ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ શહેરમાં વાહન ચાલકોને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકના ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે. આ માટે શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6200 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે પહેલા માત્ર ટ્રાફિકના 3 નિયમો તોડનારાને ઈ-મેમો આવતા હતા.


ફોર વ્હિલરમાં કાળા કાચ હશે તો આવશે ઈ-મેમો
અમદાવાદમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેન્જર હશે તો પણ ઈ-મેમો આવશે. વધુમાં વાત કરીએ તો રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે તો પણ ઈ-મેમો આવશે. BRTS કોરિડોરમાં વાહન ચલાવશો તો ઈ-મેમો આવશે. ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે તો ઈ-મેમો આવશે. ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો આવશે. 

આડેધડ પાર્કિંગ કરનારને ફટકારાશે ઈ-મેમો
આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે. 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે, ગતિ મર્યાદા નહીં હોય તો ઈ-મેમો આવશે. સાથે જ રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે.


રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો....
ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે. આ સાથે શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે તો ઈ-મેમો આવશે. રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે. 

1)ટ્રાફિક નિયમને લઇ અમદાવાદ પોલીસ એક્શનમાં
2)6200 કેમેરાનો ઉપયોગ કરી ઇ-ચલણ 
3)ટ્રાફિકના 16 નિયમ ભંગ બદલ અપાશે ચલણ 
4)અત્યાર સુધી 3 નિયમ ભંગ બદલ અપાતો હતો દંડ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post