વ્યારાના જેસીંગપુરા ગામની સીમમાંથી પસાર થતા વ્યારા ઉનાઈ રોડ પર એક અજાણ્યા ટ્રક વૃદ્ધને ટક્કર મારી દેતાં અક્સ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નિપજ્યું હતું.
વ્યારા તાલુકાના આંબિયા ગામ ખાતે રહેતા માનસિંગ ચૌધરી બાલપુર ગામ પાસે જેસીંગપુરા ગામની સીમમાંથી પસાર થતા વ્યારા ઉનાઈ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા.ત્યારે ટ્રક રજી. નં.MH-48-CB-8506 ના ટ્રક ડ્રાઈવરે પોતાના કબ્જાની ટ્રક પુર ઝડપે અને ગફલભરી રીતે હંકારી લાવી માનસિંગ ચૌધરી ને અથડાવી દેતા, અકસ્માત સર્જાયો હતો.અક્સ્માતમાં વૃદ્ધને માથાના તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે ટ્રક ચાલક નાસી છૂટ્યો હતો. અકસ્માતને લઈને વ્યારા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590