સોનગઢ તાલુકાના હિંદલા ગામે ટેમ્પો ચાલક એ પોતાનો ટેમ્પો ગફલત ભરી રીતે હંકારી લાવી ઝાડ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં કંડકટર સીટ પર બેઠેલ વ્યક્તિ ને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
સોનગઢ તાલુકાના કાંટી ગામ ખાતે રહેતા દાઉદ રંગજી ગામીત એ ઉકાઇ સી.પી.એમ,ખાતેથી ટેમ્પો રજી.નંબર-GJ-26-U-0230 માં સુબાવળના લાકડાઓ ભરી લઈ ખાલી કરવા માટે આવતા હતા. ત્યારે હિંદલા ગામ અને મૈઢા ગામની વચ્ચે હાઈવે રોડ ઉપર આવતા જંગલ વિસ્તારમાંથી પસાર થતી વેળાએ ચાલક એ ટેમ્પો પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી રોડની સાઈડમાં આવેલા એક ઝાડ સાથે ટેમ્પો અથડાવી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કંડકટર સીટ પર બેઠેલ જયેશ રાયલા ગામીત(રહે. આમથવા તા.સોનગઢ જી.તાપી )ને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત નીપજયું હતું.અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590