Latest News

વ્યારાના વીરપુર ગામ ખાતે ફાઇનાન્સ કંપનીના એજન્ટ એ ખેડૂત પાસેથી ટ્રેક્ટર લઈ ૫.૫૦ લાખની છેતરપીંડી કરી

Proud Tapi 18 Feb, 2024 10:54 AM ગુજરાત

વ્યારા તાલુકાના વિરપુર ગામ ખાતે ખેડૂત એ ટ્રેક્ટરના હપ્તો ભર્યો ન હતો.ત્યારે ફાઇનાન્સ કંપનીનો  એજન્ટ ટ્રેક્ટર લઈ ગયો હતો અને કંપનીમાં જમા કરી દઈશ એમ કહ્યું હતું. પરંતુ એજન્ટ ટ્રેક્ટરનો પોતાના ખાનગી ઉપયોગમાં લેતો હતો. અને કંપનીમાં જમા કરાવેલ નહીં. એજન્ટ એ ૫.૫૦ લાખની કિંમતના ટ્રેક્ટર ને લઈ જઈ છેતરપિંડી કરતા, મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

વ્યારા તાલુકાના વીરપુર ગામ ખાતે રહેતા કાંતા કોટા ગામીત એ  ૨૦૧૯ ના વર્ષમાં  વ્યારા ખાતે આવેલ  મહિન્દ્ર કંપનીમાંથી મહિન્દ્રા ટેકટ્રર મોડલ યુવો 415 - ૫.૫૦ લાખમાં માં લીધુ હતું.જે ટ્રેક્ટરના ડાઉન પેમેન્ટના રૂપિયા ૫૦,૦૦૦/-કાંતા ગામીતએ મહિન્દ્રા કંપનીમાં ભરેલા અને બાકી ના રૂપિયાની એલ.એન્ડ.ટી ફાયનાન્સ કંપનીની લોન કરવી હતી. જે લોનનો હપ્તો છ માસિક ૭૩,૩૦૦/-રૂપિયાનો નક્કી કરવામાં આવ્યો હતો.કાંતા ગામીત  રેગ્યુલર હપ્તા ભરતા હતા.અને ડીસેમ્બર ૨૦૨૨ માં ટ્રેકટરના હપ્તા પેટે રૂ.૫૦,૦૦૦/ -ભર્યા હતા અને રૂ.૨૩,૩૦૦/- હપ્તાના ભરવાના બાકી રહી ગયા હતા.ત્યારે  તા.૨૮/૦૩/૨૦૨૨ ના રોજ  એલ.એન્ડ.ટી ફાયનાન્સ કંપનીમાંથી એજન્ટ સાવન ચંદુ પટેલ (રહે.વાંસદા રૂધી મોટુ ફળીયુ,તા.કામરેજ જી.સુરત)  ઘરે આવ્યા હતા અને જણાવેલ કે,"ટ્રેકટરનો હપ્તો ચુકી ગયેલ છો જેથી તમારૂ ટ્રેક્ટર કંપનીમાં જમા કરવાનુ છે. અને  હપ્તો ભરી ટ્રેકટર છોડાવી જજો."તેમ કહીને આ સાવન  મહિન્દ્રા ૪૧૫ યુવો કંપનીનુ ટ્રેકટર લઈ ગયા હતા.

ત્યારબાદ એલ.એન્ડ.ટી.ફાયનાન્સ કંપનીમાંથી કાંતા ગામિતના  છોકરા જીતેશ  ઉપર અવાર-નવર ફોન આવતા હતા.અને ટ્રેકટરના હપ્તા ભરવા માટે જણાવતા હતા.પરંતુ ટ્રેકટર કંપનીમાં જમા કરાવા માટે  એજન્ટ લઇ ગયા હતા  જેથી કાંતા ગામીતએ ધ્યાન આપેલ નહિં.પરંતુ ત્યાર બાદ ખેડૂત કાંતા ગામીતને કંપનીવાળા તરફથી ખબર પડેલ કે,ટ્રેક્ટર કંપનીમાં જમા કરાવા માટે સાવનભાઈ લઇ ગયા હતા તે  ટ્રેકટર કંપનીમાં જમા કરાવેલ નથી.જેથી ખેડુત એ સાવનનો અવાર-નવર કોન્ટેક કરતા  વાયદા કરતા હતા કે,ચિંતા ના કરો હુ ટ્રેકટર જમા કરાવી દઈશ.આ રીતે  વિશ્વાસ અને ભરોસો આપી ખોટા વાયદા કર્યા હતા.પરંતુ ટ્રેક્ટર જમા કરાવેલ નહીં.જેથી આખરે કંટાળીને ખેડૂતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.વ્યારા પોલીસે છેતરપિંડી અંગે ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post