વ્યારા તાલુકાના ઇન્દુ ગામ ખાતે આવેલ ખેતરમાં થ્રી ફેશ કનેક્શન થાંભલા નીચે મુકેલ અંદાજે ૧.૨૯ લાખ કરતાં વધુ કિંમતના એંગલ પાઈપની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી.ત્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વ્યારાના પ્રશાંત ચંદ્રકાંત ખેરેનું ખેતર ઇન્દુ ગામ ખાતે આવેલ છે.પ્રશાંત ચંદ્રકાંત ખેરેના ખેતરમાં થ્રી ફ્રેશ કનેક્શન થાંભલા નીચે એંગલ પાઇ૫ ૪૦*૪૦ ના નંગ-૩૦ જેની કિંમત રૂપિયા ૫૦,૪૦૦/- તથા એંગલ પાઇપ ૪૦*૬૦ ના નંગ- ૩૫ જેની કિંમત રૂપિયા ૭૮,૭૫૦/- એમ મળી કુલ કિંમત રૂપિયા ૧,૨૯, ૧૫૦/- ના એન્ગલ પાઇપ મુક્યાં હતા.આ એંગલ પાઇપ કોઈક ચોર ઇસમ દ્વારા ચોરી કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.ચોરીને લઈને કાકરાપાર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590