વાલોડ ખાતે જમીન મામલે યુવક પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વાલોડના દોડકિયા ફળિયા ખાતે રહેતા નીતેશ શંકર ચૌધરી(ઉ. વ.૩૫) પોતાના કબજાની મોટરસાયકલ પર સવાર થઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેમના જ ફળિયામાં રહેતા રાકેશ મધુ ચૌધરી એ યુવકને ઉભા રાખી કહ્યું હતું કે, "જમીનમાં ઘર બાંધી અમારી જમીન પચાવી પાડેલ છે." તેવુ કહી રાકેશ ચૌધરી અપ શબ્દો બોલવા લાગ્યો હતો અને કહેતો હતો કે, આજે તો હું તને મારી જ નાખીશ તેવી ધમકી આપી હતી .અને ચપ્પુ (છરા) વડે યુવક પર ઘા ઝીંકી દીધા હતા. અને જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.યુવાનને ઇજાઓ પહોંચતા તાત્કાલિક વાલોડ રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. અને વધુ સારવાર અર્થે સુરતની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હત્યાની કોશિશ ને લઈને વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590