સોનગઢ તાલુકાના ચાંપાવાડી ગામ ખાતે એક અજાણ્યા મોપેડ ચાલકે સાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયકલ પર સવાર વૃદ્ધને ગંભીર ઇજાઓ પહોંચતા,વૃદ્ધનું મોત નીપજ્યું હતું.
સોનગઢ તાલુકાના રામપુરા ગામ ખાતે રહેતા કાળીયા જાતરીયા ગામીત શાકભાજી વેચવા માટે સાઈકલ પર સવાર થઈને જઈ રહ્યા હતા.ત્યારે ચાંપાવાડી ગામની સીમમાંથી પસાર થતી વેળાએ મોપેડ રજી. નં.GJ-26-H-0302 ના ચાલકે પોતાના કબજાની મોપેડ પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી સાયકલને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સાયકલ પર સવાર વૃદ્ધને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી.જેમાં વૃદ્ધનું મોત નીપજ્યું હતું.અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590