સોનગઢ તાલુકાના દુમદા ગામે રહેતા માતા - પિતા અને પુત્ર મજૂરી કામ અર્થે મોટરસાયકલ પર સવાર થઈ જઈ રહ્યા હતા.ત્યારે કોઈ અજાણ્યા બોલેરો પિકઅપ ચાલકે તેમની મોટરસાયકલને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં ત્રણેય ને ઈજા પહોંચી હતી.
સોનગઢ તાલુકાના દુમદા ગામ ખાતે રહેતા એલિસા વિપુલ વળવી અને તેમના પતિ વિપુલ રાજેશ વળવી તથા તેમનો પુત્ર ફિયોન મોટર સાયકલ રજી. નં.-GJ 16 BA 2224 પર સવાર થઈને મજૂરી કામ કરવા માટે અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા.ત્યારે ધજાંબા ગામની સીમમાં ટેકરા પાસેથી પસાર થતી વેળાએ અજાણ્યા બોલેરો પિકઅપ ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં પરિવાર ના ત્રણેય સભ્યોને શરીરે ઇજાઓ પહોંચી હતી.ત્યારે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જોકે અકસ્માત કરીને વાહન ચાલક નાસી છૂટયો હતો.અકસ્માતને લઈને સોનગઢ પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590