મુંબઈ NCB ના ભૂતપૂર્વ પ્રાદેશિક નિર્દેશક સમીર વાનખેડે અને અન્ય ત્રણ સામે આર્યન ખાન ક્રૂઝ કેસ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે સીબીઆઈએ આ મામલામાં મુંબઈ, દિલ્હી, રાંચી (ઝારખંડ) અને કાનપુર (યુપી)માં 29 સ્થળોએ દરોડા પાડ્યા છે. સમીર વાનખેડે મુંબઈ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં ઓફિસર હતા. પ્રખ્યાત અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની બે વર્ષ પહેલા કથિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે ક્રૂઝ પર દરોડા પાડવામાં આવ્યા ત્યારે સમીર વાનખેડે NCB ના મુંબઈ ઝોનલ ચીફ હતા. આ કેસમાં આર્યન ખાન ને ચાર અઠવાડિયા જેલમાં વિતાવવા પડ્યા હતા. મે 2022 માં, શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન ને ડ્રગ વિરોધી એજન્સી દ્વારા 'પૂરતા પુરાવાના અભાવે' તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. સમીર વાનખેડે પર શાહરૂખ ખાનના પરિવાર પાસેથી 25 કરોડ રૂપિયા માગવાનો અને તેની પાસેથી 50 લાખ રૂપિયા લેવાનો આરોપ છે. સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્ય ત્રણ સામે ભ્રષ્ટાચાર નો કેસ નોંધ્યો છે. સીબીઆઈએ આ કેસમાં મુંબઈ, દિલ્હી, રાંચી (ઝારખંડ) અને કાનપુર (ઉત્તર પ્રદેશ)માં 29 સ્થળોએ દરોડા પાડ્યા છે.
અન્ય 5 સામે કેસ દાખલ
સમીર વાનખેડે ઉપરાંત, અન્ય 5 લોકો કે જેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે તેમાં NC Bના તત્કાલીન સુપરિન્ટેન્ડેન્ટ વિશ્વ વિજય સિંહ, તત્કાલિન ગુપ્તચર અધિકારી આશિષ રંજન, બે સામાન્ય નાગરિક કેપી ગોસાવી અને સનબિલે ડિસોઝા અને અન્ય અજાણ્યા લોકો નો સમાવેશ થાય છે.
CBI સમીર વાનખેડે નું નિવેદન રેકોર્ડ કરવા માટે બોલાવશે
CBI અધિકારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે ખાનના પરિવારે ડ્રગ કેસમાં તેને બચાવવા માટે 50 લાખ રૂપિયા પણ ચૂકવ્યા હતા. આગામી દિવસોમાં તેઓ સમીર વાનખેડેને તપાસમાં જોડાવા માટે બોલાવશે અને તેમનું નિવેદન નોંધશે. સીબીઆઈએ જણાવ્યું હતું કે, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના વિજિલન્સ વિભાગની ફરિયાદને પગલે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ અને આઈપીસીની સંબંધિત કલમો હેઠળ તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો હતો.
25 કરોડની વસૂલાત માટે કથિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું
ઑક્ટોબર 2021 દરમિયાન NCBના મુંબઈ ઝોનમાં કૉર્ડેલિયા ક્રૂઝ પર વિવિધ વ્યક્તિઓ દ્વારા ડ્રગ્સનું સેવન અને કબજા અંગેની માહિતી પ્રાપ્ત થઈ હતી. જ્યારે NCB અધિકારીઓએ કોર્ડેલિયા ક્રુઝ પર દરોડો પાડ્યો ત્યારે આર્યન ખાન પણ બોર્ડમાં હતો. NCB અધિકારીઓએ કથિત રીતે સમીર વાનખેડે ના કથિત આદેશો મુજબ આર્યન ખાનના પરિવારના સભ્યો પાસેથી ડ્રગ્સ રાખવાના ગુના ની ધમકી આપીને 25 કરોડ રૂપિયા પડાવવાનું કાવતરું ઘડ્યું હતું.
29 સ્થળોએ તલાશી, ગુનાહિત દસ્તાવેજો, રોકડ જપ્ત
સીબીઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે આ કાવતરા ને આગળ ધપાવવા માટે કથિત રીતે 50 લાખ રૂપિયાની ટોકન રકમ કથિત રીતે લાંચ તરીકે લેવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું કે મુંબઈ, દિલ્હી, રાંચી, લખનૌ, ચેન્નાઈ અને ગુવાહાટીમાં 29 સ્થળોએ સર્ચ કરવામાં આવી રહ્યું છે. સર્ચ દરમિયાન અનેક ગુનાહિત દસ્તાવેજો, રોકડ મળી આવી છે. મુંબઈમાં અંધેરી અને વાનખેડેની અન્ય જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590