વાલોડ તાલુકાના અંબાચ અને વેડછી ગામે પીએમ જનમન’અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા નુક્કડ નાટક અને રેલી યોજાઇ
ગત ૧૫ નવેમ્બર ૨૦૨૩ના રોજ ઝારખંડના ખુંટલી ખાતે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાનની (PM-JANMAN) શરૂઆત કરવામાં આવી હતી.જે અંતર્ગત આદિવાસી જૂથોમાં નબળા એવા ખાસ ૩૫ જુથો (PVTG)ના વિકાસ માટેનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.PM - JANMAN અંતર્ગત તાપી જિલ્લામાં વિવિધ પ્રચાર-પ્રસારની પ્રવૃતિઓ હાથ ધરી આદિમ જુથના નાગરિકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આજરોજ વાલોડ તાલુકાના અંબાચ અને વેડછી ગામે પીએમ જનમન’અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા નુક્કડ નાટક અને રેલી યોજાઇ હતી.જેમાં શાળાના બાળકો સહિત ગામના આગેવાનો, અને જિલ્લા અને તાલુકાના વિવિધ અધિકારીઓ સહભાગી થઇ ગ્રામજનોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃત કર્યા હતા.આ સાથે યોજનાકિય પ્રચાર પ્રસારના કેમ્પમાં ધારાસભ્ય મોહન ઢોડિયા ઉપસ્થિત રહી ગ્રામજનોને પ્રોત્સાહિત કર્યા હતા. ધારાસભ્ય સહિત તાલુકા વિકાસ અધિકારી અને વિવિધ યોજનાના અધિકારી-કર્મચારીઓ યોજનાકિય સાહિત્યનું વિતરણ કરવામાં સહભાગી થયા હતા. તથા પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ ઉપર જ ફોર્મ ભરી લાભોનું વિતરણ કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590