ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે જિલ્લા પંચાયતની સમાજ કલ્યાણ શાખા તથા ડો. બાબાસાહેબ આંબેડકર ઉત્કર્ષ મંડળ દ્વારા તા.14મી એપ્રિલ 2023 ના રોજ, ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે તેમની 132મી જન્મ જયંતી ઉજવણીના કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ.
કાર્યક્રમ અંતર્ગત આહવા ખાતે રેલી, પ્રભાત ફેરીનુ આયોજન કરાયુ હતુ. જેમા આહવાની વિવિધ શાળાઓના આશરે 500 જેટલા વિદ્યાર્થીઓ, અને વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. રેલી બાદ સભાનુ આયોજન પણ કરવામા આવ્યુ હતુ. જેમા વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે ઉપસ્થિત રહી, ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા કરાયેલી બંધારણની રચના, દેશના તમામ નાગરિકોને સુરક્ષિતતા, તથા વિકાસની તક જેવા વિષયે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
દરમિયાન જિલ્લા કલેક્ટર મહેશ પટેલે ડો.બાબાસાહેબના જીવનના સંઘર્ષોમાંથી પ્રેરણા લઈ, પોતાના કર્મો દ્વારા મહાન થવાય છે તે બાબતે ઉપસ્થિતોને પ્રોત્સાહિત કર્યા હતા. આહવા ખાતે યોજાયેલા આંબેડકર જયંતિના કાર્યક્રમ દરમિયાન, ડાંગ જિલ્લાના તેજસ્વી વિદ્યાર્થી કાર્તિક દીપકભાઈ પિંપળેનું, શિષ્યવૃત્તિ પરીક્ષામાં પાસ થવા બદલ નાયબ મુખ્ય દંડક કલેકટર તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા જાહેર સન્માન, અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની આભારવિધિ નાયબ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોષીએ આટોપી હતી. આ પ્રંસગે અધિક નિવાસી કલેક્ટર પી.એ. ગાવિત, જિલ્લા પંચાયત સદસ્ય લાલભાઈ ગાવિત, તાલુકા સદસ્ય દીપકભાઈ પીપળે, ભાજપ પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી હરિરામભાઈ સાવંત, રાજુભાઈ ગામિત, તેમજ મોટી સંખ્યામા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590