Latest News

ડોલવણ ના ધોળકા ગામ ખાતે યુવકે ડાંગરના દાણાવાળા પુળીયા સળગાવી દેતા,પોલીસ ફરિયાદ

Proud Tapi 08 Jan, 2024 03:33 AM તાપી

ડોલવણ તાલુકાના ધોળકા ગામ ખાતે યુવકે ડાંગરના દાણાવાળા પુળીયા સળગાવી દીધા હતા.જેમાં દોઢ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું.જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાઈ.

ડોલવણ તાલુકાના ધોળકા ગામના  નિશાળ ફળિયા ખાતે રહેતા બચુ અખાતુ કોંકણી એ  પોતાના ઘર પાસે  ડાંગરના દાણાવાળા પુળીયા મૂક્યા હતા.પરંતુ સાજન કિરણ હળપતી (રહે.અમલસાડી ગામ તા.પલસાણા જી.સુરત) એ કોઇક રીતે આગ લગાવી ડાંગરના દાણાવાળી પુળીયા  સળગાવી દીધા હતા.જેમાં તેમને  આશરે દોઢ લાખ રૂપિયાનું નુકશાન થયું હતું.તેમજ  સાજન કિરણ હળપતીએ થોડા દિવસ અગાઉ બચુ કોંકણીની દિકરી કુંતાને અપશબ્દો બોલી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને તેના સાથીદાર સુનિલ આના ચોર્યા (રહે.જામનપાડા જી .ડાંગ )એ વોટ્સ-એપમાં અલગ અલગ વોઇસ મેસેજ દ્વારા અપશબ્દો બોલી તથા જાનથી મારી નાંખવાની ધમકી ભર્યા વોઇસ મેસેજ મોકલ્યા હતા.જેને લઇને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.ડોલવણ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post