મહેશ પાડવી(નિઝર ) : કુકરમુંડા તાલુકાના ડોડવા ગામ ખાતે મોબાઈલ બાબતે ઝઘડો થયો હતો. ત્યારે ઝઘડો વધારે ઉગ્ર બનતા સાળાએ અને તેના મિત્રએ મળીને બનેવી ને માર માર્યો હતો. જેમાં બનેવી ને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે હત્યાને લઈને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના તલોદા તાલુકાના સોરાપાડા ગામ ખાતે રહેતા હેમંત અમરસિંહ પાડવી ત્રણેક દિવસ પહેલા તેમના પત્ની તથા પોતાના ત્રણ બાળકો સાથે નંદુરબારના માંડવી આંબા ગામ ખાતે સાસરીમાં ગયા હતા. ત્યારે તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના ડોડવા ગામની સીમમાં ડોડવેશ્વર મહાદેવ મંદિર ની પાછળ આવેલ એક ઝાડની નીચે હેમંત પાડવી અને તેમનો સાળો અશ્વિન ચંપાલાલ પાડવી (રહે.માંડવી આંબા તા. અક્કલકુવા જી.નંદુરબાર ) વચ્ચે ઝગડો થઈ રહ્યો હતો.જેમાં સાળાએ બનેવી હેમંત પાસે મોબાઈલ ફોન માંગ્યો હતો.ત્યારે હેમંતએ ફોન વેચી દીધેલ છે. તેવું જણાવ્યું હતું.ત્યારે સાળાએ ગુસ્સામાં કહ્યું હતું કે,"મારી બહેનનો ફોન કેમ વેચી દીધેલ છે."તેવું કહેતા હેમંત એ જણાવેલ કે, મોબાઈલ ફોન મારી ઘરવાળી નો છે હું જે કરું તે તારે શું છે ? તેમ કહી સાળાના શર્ટના કોલર પકડી લીધી હતી.ત્યારે સાળાનો મિત્ર રવિ દિલીપ પાડવી (રહે. નવલ ગણતા. તલોદા જી.નંદુરબાર ) છોડાવવા જતાં, તેને આ હેમંતે તેને પણ ગળાના ભાગે ઝાપટ મારી દીધી હતી.ત્યારે સાળો અને તેનો મિત્ર બંને ઉશ્કેરાઈ જતા હેમંત ને માર માર્યો હતો.જે બાદ હેમંત ને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે સાળાએ અને તેના મિત્રએ બનેવી ની હત્યા કરી દીધી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.નિઝર પોલીસે હત્યા અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590