સોનગઢ તાલુકાના દુમદા ગામ ખાતે બળતણના લાકડા વીણતી લગભગ પાંચ જેટલી મહિલાઓને માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર મામલો સોનગઢ પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢ તાલુકાના લીલા રણજીત ગામીત તેમના ફળીયાની રમીલા સાકાભાઈ ગામીત, સુનિતા અવિનાશ ગામીત, મજુલા સુરેશ ગામીત,સવિતા રાજુ ગામીત, રમિલા અલ્પેશ ગામીત (તમામ રહે.દુમદા નિશાળ ફળીયું તા.સોનગઢ જી.તાપી ) દુમદા ગામે ટાંકલી ફળીયામાં વિનીત હિરજી ગામીતની કરીયાણાની દુકાન પાછળ આવેલ ડુંગર ઉપર બળતણના લાકડા વીણવા માટે ગયા હતા.અને આ સ્ત્રીઓ નજીક નજીકમાં ડુંગરમાં લાકડા વીણતી હતી. તે વેળાએ ગામના વિનીત હિરજી ગામીત ત્યાં આવ્યા હતા અને કંઇ પણ કહ્યાં વગર વીણેલ લાકડામાંથી લાકડું ઉંચકી રમીલાને હાથમાં તથા પગમાં તથા મને લાકડાથી ડાબા હાથમાં કાંડાના ભાગે તથા કમરના ભાગે મારવા લાગેલ જેથી બધી બહેનો ભેગી થઈ ગયેલ અને આ વિનીતને કહેલ કે કેમ મારો છો ? તેમ પુછતા વિનીત કહેવા લાગેલ કે મારી જમીનમાંથી કેમ લાકડા વીણો છો ? તેમ કહી સુનિતા, મજુલા, સવિતા, રમિલાને અપશબ્દો બોલવા લાગ્યા હતા.તેમજ જમીનમાંથી લાકડા વીણશો તો તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી જતો રહયો હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590