વાલોડ પોલીસે ગોડધા ખાતે ચકલી પોપટ નો પૈસા પર હારજીતનો જુગાર રમાડનાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો. તેમજ રોકડ રૂપિયા સહિતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.
વાલોડ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,ગોડધા ગામ ખાતે આવેલ શેરડી કાપવાના મજુરોના પડાવા પાસે વાલોડ ગામનો નીતિન ઠાકોર હળપતિ ચકલી પોપટ ના પૈસા પર હારજીતનો જુગાર રમાડે છે. જે બાતમીના આધારે વાલોડ પોલીસ સ્ટાફના માણસોએ ગોડધા ગામ ખાતે આવેલ શેરડી કાપવાના મજુરોના પડાવ પાસે રેડ કરી હતી. ત્યારે નીતીન ઠાકોર હળપતિ(રહે.વાલોડ તા.વાલોડ જી.તાપી) ચકલી પોપટ ના પૈસા પર હારજીતનો જુગાર રમાડતા ઝડપાયો હતો. જે બાદ પોલીસે તેની અટકાયત કરી હતી અને રોકડા રૂપિયા 3560/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. વાલોડ પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590