વ્યારા તાલુકાના ખુશાલપૂરા ગામ ખાતે નજીવી બાબતે ઝગડો થતા યુવકને લાકડાના અને લોખંડના આપતા વડે માર મારવામાં આવ્યો હતો.તેમજ તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.અને એક મહિલા સહિત ત્રણ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામ ખાતે નજીવી બાબતે ઝઘડો થતાં માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી વ્યારા તાલુકાના ખુશાલપુરા ગામના નિશાળ પડ્યા ખાતે રહેતા અજીત મોચડા ચૌધરી પોતાના પરે હાજર હતા તે વખતે તેમના ઘરમાં પાસે રહેતા કનુબેન રણજીત ચૌધરી એ અજીત ચૌધરીના ઘર પાસે કચરો તથા એઠવાળ નાખવા આવતા હતા.ત્યારે અજીત ચૌધરીએ તેઓને જણાવેલ કે અમારા ઘર નજીક કેમ કચરો તથા એઠવાળ નાખો છો.તેમ કહેતા તે અજીત ચૌધરીને ગમે તેમ નાલાયક ગાળો બોલતા હતા.તે વખતે રણજી બાબલા ચૌધરી એ તેમના હાથમાંના લોખંડનાં સળીયો વડે અજીત ચૌધરી સપાટા મારી ઇજા પોંહચાડી હતી તેમજ રૂપેશ રણજીત ચૌધરી એ તેમના હાથમાંના લાકડા વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વ્યારા પોલીસે આ ત્રણેય વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590