ઉચ્છલ તાલુકાના મીરકોટ ગામની સીમમાંથી પસાર થતા લક્કડકોટ જતા રસ્તા પાસે 4 અજાણ્યા ઈસમોએ મોઢા ઉપર રૂમાલ બાંધી સોનગઢના યુવક પર હુમલો કર્યો હતો.અને યુવકના પેટ પર ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
સોનગઢ ખાતે રહેતા આશિષ નિમ્બા પાટીલ પોતાના મિત્રને મળવા માટે પોતાની મોટરસાયકલ પર સવાર થઈ મીરકોટ ગામ જઈ રહ્યા હતા.ત્યારે લક્કડકોટ ગામ થી એક ફોર વ્હીલ તેમનો પીછો કરી રહી હોવાનું તેમણે જણાઈ આવ્યું હતું.તે બાદ આશિષ મીરકોટ બસ સ્ટોપ પાસે આવેલ ચાની લારી ઉપર ઉભા રહી ચા પીતા હતા ત્યારે પણ ફોરવ્હીલ ગાડી દુકાન નજીક હાઇવે ઉપર આવી ઉભી રહી હતી.જેથી તેમને બીક લાગતાં ફરીવાર લક્કડકોટ તરફ જવાના રસ્તે જતા રહ્યા હતા. જોકે આગળ લક્કડકોટ જતા રસ્તા પર આશિષ પાટીલ ઊભા રહ્યા હતા. ત્યારે ગાડીમાંથી ચાર જેટલા વ્યક્તિઓ પોતાના મોઢા પર રૂમાલ બાંધીને તેની પાસે આવ્યા હતા.જેમાંથી ત્રણ જેટલા ઈસમોએ આશિષ પાટીલ ને પકડ્યો હતો અને ચોથા ઈસમે ચપ્પુ વડે પેટના ભાગે બે- ત્રણ ઘા ઝીંકી દીધા હતા.અને પછી ચારેય ઈસમો ત્યાંથી નાસી છૂટયા હતા.ત્યારે આશિષ એ બનાવ ની જાણ તેના પરિવાર અને મિત્રોને કરી હતી.અને તાત્કાલિક તેમના મિત્રો એ સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગયા અને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલાને લઈને આશિષ પાટીલ એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.ઉચ્છલ પોલીસે આ અંગે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590