વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના બસ સ્ટેન્ડ પર પ્રેમ સંબંધમાં બે ઈસમોએ યુવકને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વ્યારા તાલુકાના નાની ચીખલી ગામ ખાતે રહેતા જીતેશ મધુ ગામીત તથા કલ્પેશ બાલુ ગામીત તેમના ગામના જ નિકુમ સુરેશ ગામીત પાસે ગયા હતા.અને જીતેશ એ નીકુમ ને કહ્યું હતું કે,તું મારી બેન દીપીકા સાથે કેમ પ્રેમ સંબંધ રાખે છે.તેમ કહીએ જીતેશ અને કલ્પેશ અપ શબ્દ બોલવા લાગ્યા હતા. તેમજ લોખંડના સળિયા વડે નિકુમને માર મારવા લાગ્યા હતા.અને બંને જણા નિકુમને કહેતા હતા કે,હવે જો તું મારી બહેન સાથે પ્રેમસંબંધ રાખશે તો તને જીવતો નહી છોડીએ.તેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ત્યારે તસમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વ્યારા પોલીસે બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590