વ્યારા તાલુકાના તાડકુવા ગામ ખાતે આવેલ શ્રી જલારામ ટ્રેક્ટર ટ્રેડર્સના શો રૂમ માંથી અંદાજે બે લાખના ટ્રેકટરની ચોરી થતાં ચકચાર મચી જવા પામી હતી.જોકે સમગ્ર ચોરીનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો.
વ્યારા તાલુકાના તાડકુવા ગામ ખાતે ભાવિન સુમન ચૌધરીનું શ્રી જલારામ ટ્રેક્ટર ટ્રેડર્સ નામનું શો રૂમ આવેલ છે.તેમના કબજાનું મહિંદ્રા કંપનીનુ ટ્રેકટર રજી. નં.GJ-07-DA-1241 (જેની કિંમત રૂપિયા બે લાખ ) શો રૂમના આગળ આવેલ ખુલ્લી જગ્યામાં પાર્ક કર્યું હતું.ત્યારે કોઈ બે અજાણ્યા ઈસમો પોતાની સાથે લાવેલ બીજા ટ્રેક્ટરની પાછળ દોરડા વડે બાંધી તે ટ્રેક્ટરને વ્યારા જનક નાકા તરફ ચોરીને લઈ ગયા હતા.જોકે સમગ્ર ચોરી નો બનાવ સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થયો હતો.જેને લઈને શો રૂમના માલિકે કાકરાપાર પોલીસ મથકે આ અંગે ગુન્હો નોંધાવ્યો હતો. કાકરાપાર પોલીસે ચોરી અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590