ઉચ્છલ ખાતે અન્યના પરમીટ નો દુરુપયોગ કરીને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો કાર માં ભરીને લાવવામાં આવી રહ્યો હતો ત્યારે ઉચ્છલ પોલીસે ગેરકાયદેસર લઈ જવાતા દારૂના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો. તેમજ અંદાજે ૩.૪૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે,નવાપુર ( મહારાષ્ટ્ર) તરફથી એક મારૂતિ સુઝુકી કંપનીની ફોર વ્હીલ ગાડી બ્રેઝા રજી.નં. GJ-19-AF-9005 માં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડી ને મહારાષ્ટ્ર રાજ્ય માંથી ગુજરાત રાજ્યમાં ઘૂસણખોરી કરનાર છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ બેડકીનાકા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરી હતી. તે વેળાએ બ્રેઝા રજી.નં. GJ-19-AF-9005 આવતા પોલીસે તેને રોકી તપાસ કરી હતી ત્યારે કારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જો કે કાર ચાલક કિરીટ રમણ આહીર (રહે. કાની ગામ ,તા.મહુવા જી.સુરત ગ્રામ્ય) એ પાસ પરમીટ વાળું બિલ બતાવ્યું હતું. જોકે જે વ્યક્તિઓના નામના બિલ હતા તેની જાણ બહાર આ દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જેથી પાસ પરમીટનો દૂર ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો કિરીટ આહીર દ્વારા લાવવામાં આવ્યો હોવાનું માલુમ પડ્યું હતું. જેથી પોલીસે કિરીટ આહીર ની અટકાયત કરી હતી. તેમજ કૂલ દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા ૪૨, ૩૬૦/- તથા મોબાઈલ જેની કિંમત રૂપિયા ૫ હજાર તથા કાર જેની કિંમત રૂપિયા ૩ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૩,૪૭,૩૬૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ઉચ્છલ પોલીસે આ અંગે ગુન્હો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590