તાજેતરમાં સોનગઢ તાલુકાના અંતરિયાળ એરિયાળ ગામ માંથી એક બહેન દ્વારા રાત્રિ દરમિયાન ૧ વાગ્યે મઘરાત્રીના સમયે 181 પર ફોન આવતા જણાવેલ હતું કે તેમના પતિએ તેમની સાથે ઝઘડો કરીને દીકરી અને તેમને મધરાતે ઘરમાંથી બહાર કાઢી મૂક્યા છે મદદની જરૂર છે. તાપી વ્યારા 181 ટીમ સાથે સ્થળ પર પહોંચી મહિલાને મળી તમામ હકીકત જાણી તો જાણવા મળ્યું હતું કે તેમના પતિને ઘણા વર્ષથી બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને છેલ્લા ત્રણ વર્ષથી તેમની સાથે રહે છે પીડિતા ને અને તેમના બાળકોને કોઈ ખર્ચ પૂરો પડતા ન હોવાથી કોર્ટમાં ભરણ પોષણનો કેસ ચાલે છે જેના કારણે નાની નાની બાબતે તેની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપે છે, હેરાન ગતિ કરે છે. હાલ સુગરમાં ટ્રક ડ્રાઇવર તરીકે કામ કરે છે, જેથી હાલ સુગરનું કામ બંધ થઈ જતા મજૂરોને ઉતારવા માટે આવેલા અને તેમના ડોક્યુમેન્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ લઈ લીધો હોવાનું કહેતા તેમની સાથે ઝઘડો કર્યો અને તેમને મધરાતે દીકરી સાથે ઘરમાંથી બહાર કાઢી ઘરનું તાળું મારી અને તેમને પોતાના પિયર ચાલ્યા જવાનું કહ્યું હતું. અને ઘરેથી તેમના બીજા ઘરે ચાલ્યા ગયા હતા.
ટીમ તાપી 181 દ્વારા તમામ હકીકત જાણ્યા બાદ શામાં પક્ષને સમજાવ્યું હતું કે મહિલા અને તેમની દીકરી તેમના ઘરે રહેશે અને ઘરની ચાવી અપાવી હતી તેમજ કાયદાકીય સમજ આપી હતી. પરંતુ મહિલાના પતિ નશા ની હાલતમાં હોવાથી કોઈપણ વાત સમજી શકે તેમના હતા. જેથી પોલીસ ફરિયાદ આપવા માગતા હોવાથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી. આગળની કાર્યવાહી સોનગઢ પોલીસ સ્ટેશન દ્વારા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590