સોનગઢ તાલુકાના જૂની સેલ્ટીપાડા ગામ ખાતે પ્રેમ સંબંધમાં સમાધાન ન થતાં,તેની અદાવત રાખી ઘર પર પેટ્રોલ છાટી આગ ચાંપી દીધી હતી. ત્યારે ઘરમાં રહેલ અનાજ અને ઘરવખરી સહિત કુલ કિંમત રૂપિયા ૧.૪૧ લાખનું નુકશાન થવા પામ્યું હતુ.
સોનગઢ તાલુકાના જૂની સેલ્ટીપાડા ગામ ખાતે રહેતા રવિ નરેશ વસાવા તથા રીન્કી રિન્કી અજીત પાડવી વચ્ચે પ્રેમ સંબંધ હતો.પરંતુ બને ના પ્રેમસંબંધનું સમાધાન ન થતા અને બન્ને વચ્ચે પ્રેમસંબંથી નારાજ થઈ તેની અદાવત રાખી રિન્કીના પિતા અજીત કાંતીલાલ પાડવી એ પ્લાસ્ટીકની બોટલમાં પેટ્રોલ લાવી રવિના રહેણાંક મકાનમાં પેટ્રોલ છાંટી, દિવાસળીથી આગ ચાપી સળગાવી દીધું હતું.આગ લાગી જતાં ઘરની અંદર કોથળાઓમાં મુકેલ પચાસ મણ ભાત (ડાંગર) સહિતનો અનાજ આગમાં બળી ગયો હતો.તેમજ ઘરવખરી પણ બળી ગઈ હતી.અંદાજે કુલ કિંમત રૂપિયા ૧.૪૧ લાખ નું નુકશાન થયું હોવાનું માલુમ પડયું હતું.જોકે સદ નસીબે કોઈ જાનહાની થઈ નહોતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.સોનગઢ પોલીસે આ અંગે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590