ચેન્નાઈ સુપર કિંગ્સ સામે RCB નો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી કમનસીબે 4 બોલ રમ્યા બાદ માત્ર 6 રન બનાવીને આકાશ સિંહનો શિકાર બન્યો હતો. મેચ બાદ BCCIએ IPLના નિયમો નું ઉલ્લંઘન કરવા બદલ વિરાટ કોહલી પર ભારે દંડ ફટકાર્યો છે.
IPL 2023માં સોમવારે રાત્રે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં CSK એ RCB ને 8 રનથી હરાવ્યું હતું. આ મેચમાં RCB નો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી બેટિંગ કરી શક્યો નહોતો. કોહલી કમનસીબે 4 બોલ રમ્યા બાદ માત્ર 6 રન બનાવીને આકાશ સિંહનો શિકાર બન્યો હતો. મેચ બાદ BCCIએ કોહલી પર ભારે દંડ ફટકારીને તેને વધુ એક ઝટકો આપ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે મેચ દરમિયાન કોહલીએ ઈન્ડિયન પ્રીમિયર લીગના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.
IPL દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે RCB ના ખેલાડી વિરાટ કોહલીએ સોમવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ માં CSK સામેની મેચ દરમિયાન IPL આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. આ માટે તેને મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. તે જ સમયે, વિરાટ કોહલીએ IPL આચાર સંહિતાની કલમ 2.2 હેઠળ લેવલ-1 નો ગુનો સ્વીકાર્યો છે.
આવા કેસમાં કોઈ સુનાવણી થતી નથી
જણાવી દઈએ કે IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ-1 ના ઉલ્લંઘન પર મેચ રેફરી નો નિર્ણય અંતિમ છે. આવા કેસમાં કોઈ સુનાવણી હાથ ધરવામાં આવતી નથી અને મેચ ફીના 10 ટકા દંડ ભરવો પડે છે. જો કે વિરાટ કોહલી સામે શા માટે દંડ ફટકારવામાં આવ્યો છે તેની માહિતી હજુ સુધી આઈપીએલ કમિટી દ્વારા આપવામાં આવી નથી.
કોહલી ઈમ્પેક્ટ પ્લેયરનો શિકાર બન્યો હતો
CSK એ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ માં પ્રથમ રમતમાં 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જવાબમાં આરસીબી ની ટીમ માત્ર 218 રન જ બનાવી શકી હતી. આ મેચમાં વિરાટ કોહલીએ 4 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા. કોહલીને ઈમ્પેક્ટ પ્લેયર આકાશ સિંહે બોલ્ડ કર્યો હતો. બોલ બેટ ની કિનારી લઈને સ્ટમ્પ માં પ્રવેશી ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590