ભારત દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી માંગ સાથે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના એ તાપી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.તેમજ આવનાર વર્ષ 2024 લોકસભાની ચૂંટણી (ઈવીએમ-EVM) ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન હટાવીને બેલેટ પેપરથી જ ચૂંટણી થાય તેવો આગ્રહ કરવામાં આવ્યો હતો.
અમેરિકા, જાપાન, નેધરલેન્ડ, આઇલેન્ડ,પાકિસ્તાન જેવા દેશોમાં લોકશાહીના માધ્યમ બેલેટ પેપરથી ચૂંટણી થાય છે. અને ભારત દેશમાં 08 ઓક્ટોબર 2013 ના રોજ સુપ્રીમ કોર્ટએ જજમેન્ટ આપ્યું હતું.(CIVIL APPEAL NO.9093 OF 2013 (Arising out of SLP (Civil) No.13735 of 2012) ) અને સુપ્રીમ કોર્ટ તેને માને છે.ભારતના બંધારણમાં આર્ટીકલ 328 અને આર્ટીકલ 326 માં પણ લખ્યું છે. જેથી લોકસભાની અને દરેક રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓ કે તમામ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવી જોઈએ તેવી માંગ કરવામાં આવી રહી છે.કારણ કે ભારતથી વધુ વિકસિત અને અન્ય નાના દેશોમાં ઈલેક્ટ્રીક વોટિંગ મશીન (ઇવીએમ-EVM)થી ચૂંટણી થતી નથી તો તેનો અર્થ એ થાય છે કે માનવ નિર્મિત ઇલેક્ટ્રીક વોટિંગ મશીન (ઇવીએમ-EVM) ઉપર તેમને પણ ભરોસો નથી.
લોકશાહી બચાવવા માટે અને ભારતના બંધારણ મુજબ દેશનું સંચાલન કરવા લોકોની માંગ છે કે ઈલેક્ટ્રીક વોટિંગ મશીન (ઇવીએમ-EVM) ની જગ્યાએ બેલેટ પેપરથી જ ચૂંટણી થાય કારણ કે તે ભારત દેશની લોકશાહીમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી માટે જરૂરી છે.
ત્યારે ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા તાપી જિલ્લા કલેકટર અને સંબોધતું આવેદન પત્ર પાઠવ્યું હતું. અને ભારત દેશમાં બેલેટ પેપરથી ચૂંટણી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590