Latest News

નિઝરના કોઠલી થી કાવઠા ગામ વચ્ચે ટ્રક અને બાઈક ચાલક વચ્ચે મારામારી અને ઝગડો થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો

Proud Tapi 14 Feb, 2024 12:04 PM ગુજરાત

મહેશ પાડવી (પ્રતિનિધિ - નિઝર ) : નિઝર તાલુકાના  કાવઠા ગામની સીમમાંથી પસાર થતા કોઠલી થી કાવઠા ગામ વચ્ચે રેતી ભરેલ ટ્રક ચાલક અને મોટરસાયકલ ચાલક વચ્ચે ઝગડો અને બોલાચાલી થઈ હતી.અને ત્યારબાદ બંને વચ્ચે મારામારી પણ થઈ હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સોનગઢ તાલુકાના ટોકરવા ગામના રમેશ રડતિયા ગામીત  પોતાની કબ્જાની ટ્રક રજી નં.GJ-26-U-0383 લઈને કોઠલી ગામમાં આવેલ લીઝ પરથી રેતી ભરી સોનગઢ જવા નીકળયા હતા.ત્યારે  કોઠલી ગામથી કાવઠા ગામ વચ્ચે રસ્તા પરથી પસાર થતી વેળાએ એક મોટરસાયકલ ચાલક કલ્પેશ રમેશ પાડવી (રહે. વેલદા તા.નિઝર જી.તાપી) એ પોતાની મોટર સાઈકલ સામેથી લઈને આવ્યા હતા.અને ટ્રક ચાલકને  કારણ વગર કહેવા લાગ્યા હતા કે, તુ મારી ઉપર ગાડી કેમ લાવે છે.તેમ કહી ટ્રક ચાલક સાથે બોલાચાલી કરવા લાગયા હતા. ટ્રક ચાલકએ પોતાની કબ્જાની ટ્રક ત્યાં જ સાઈડમાં ઉભી કરી દેતા મોટર સાયકલ ચાલકે ટ્રક ચાલક રમેશ ગામીતને નાલાયક ગાળો આપી છાતીના ભાગ તથા ગળાના ભાગે ઢીકકા મુક્કીનો માર માર્યો હતો.તેમજ  સાથેના બીજા ઈસમે પણ  માર  માર્યો હતો.અને રમેશ ગામીતને ધમકી આપી કહેલ કે,આજે તુ બચી ગયેલ છે પરંતુ ફરીથી તું રેતી ભરવા આવશે તો તને જાનથી મારી નાખીશું.જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.નિઝર પોલીસે આ અંગેનો ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post