વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે.જે અન્વયે તાપી જિલ્લામાં ગામડે-ગામડે વિકસિત ભારત રથયાત્રામાં લોકોને વિવિધ યોજનાઓની જાણકારી મળી રહી છે.તાપી જિલ્લામાં ઉત્સાહભેર ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ રથયાત્રામાં સહભાગી બની રહ્યા છે.ત્યારે આજે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના છેવાડે આવેલ ચીમેર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થતા ધારાસભ્ય ડો.જયરામ ગામીત સહિત ગ્રામજનોએ ઉત્સાહભેર આવકારી લઇ કુમકુમ તિલકથી ભવ્ય સ્વાગત કર્યું હતું.
કાર્યક્રમમાં આયોજિત આરોગ્ય કેમ્પમાં ગ્રામજનો સહિત ધારસભ્ય એ તેમની આરોગ્ય તપાસણી કરાવી હતી.આ ઉપરાંત વિવિધ યોજનાકિય સ્ટોલ નિદર્શન કર્યું હતું.કાર્યક્રમના અંતે ડ્રોન દ્વારા નેનો યુરિયા છંટકાવ નિદર્શન પણ કરાયું હતું.આ સાથે મહાનુભાવોના હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભો-સહાય વિતરણ કરાયા હતા. મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ પોતાની સફળતાની વાત વર્ણવી હતી.
કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના બાળકો દ્વારા ‘ધરતી કહે પુકાર કે’ પ્રાકૃતિક કૃષિ નુક્કડ- નાટક તથા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. આ પ્રસંગે સોનગઢ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સદસ્યો , સોનગઢ મામલતદાર તેમજ સોનગઢ ટીડીઓ તથા આજુબાજુના ગામોમાંથી પધારેલા અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590