સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામની સીમમાંથી પસાર થતા સુરત ધૂલિયા ને.હા.નં.૫૩ ઉપર સોનગઢ થી વ્યારા જતા રોડ ઉપર કિકાકુઈ પાટીયા પાસે એક અજાણ્યા વાહન ચાલકે મોટરસાયકલ ને ટક્કર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બાઈક સવાર 33 વર્ષીય યુવકનું મોત નિપજ્યું હતું.
સોનગઢ તાલુકાના કિકાકુઈ ગામની સીમમાંથી પસાર થતા સુરત ધૂલિયા ને.હા.નં.૫૩ ઉપર સોનગઢ થી વ્યારા જતા રોડ ઉપર કિકાકુઈ પાટીયા પાસેથી દર્પણ ગુણવંત પટેલ (ઉ. વ.33) પોતાના કબજા ની મોટરસાયકલ રજી.GJ -10-BK-6438 પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા. તે વેળાએ કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમને ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં દર્પણ પટેલને શરીર ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.જોકે વાહનચાલક વાહન લઇને નાસી છૂટ્યો હતો.ત્યારે સોનગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી,આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590