એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ કરનાનીને ભાગવામાં મદદ કરવાનો અને પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ એક કેસની તપાસમાં બહાર આવેલા તથ્યોના આધારે કાર્યવાહી કરતા અમદાવાદના ઇન્કમ ટેક્સ ના તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર વિવેક જોહરીની ધરપકડ કરી છે. સીબીઆઈએ સોમવારે કહ્યું કે, 12 ઓક્ટોબર, 2022 ના રોજ ગુજરાત સરકારની વિનંતી પર, અમદાવાદના એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ,સંતોષ કરનાની વિરુદ્ધ, ભારત સરકારની નોટિફિકેશન હેઠળ 30 લાખ રૂપિયાની લાંચ લેવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
આ કિસ્સામાં, 04 ઓક્ટોબર 2022 ના રોજ, ગુજરાત રાજ્યના એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચ ના કેસ અંગે છટકું ગોઠવીને કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપ છે કે તત્કાલીન આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સે કાર્યવાહી દરમિયાન હંગામો કરીને એડિશનલ કમિશનરને ઓફિસમાંથી ભાગવામાં મદદ કરી હતી. વધુ તપાસમાં જાણવા મળ્યું કે તત્કાલીન એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ (સેન્ટ્રલ રેન્જ-I) અમદાવાદે ગુજરાત ACBની પકડમાંથી છટકી જતાં પહેલાં આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઈન્કમટેક્સ જોહરીને બે મોબાઈલ હેન્ડસેટ આપ્યા હતા. આ બંને મોબાઈલ હેન્ડસેટ એડિશનલ કમિશનર ઓફ ઈન્કમટેક્સ ની સૂચનાથી ઝવેરીએ સાબરમતી નદીમાં ફેંકી દીધા હતા. જેથી આ કેસ સાથે જોડાયેલા મહત્વના પુરાવાનો નાશ કરી શકાય. સીબીઆઈએ બે-ત્રણ દિવસ સુધી ડાઈવર્સ અને અન્ય એજન્સીઓની મદદથી સાબરમતી નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને અંતે આ બંને મોબાઈલ ફોન હેન્ડસેટ રિકવર કર્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી જોહરીને અમદાવાદની વિશેષ સીબીઆઈ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 17 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ગુજરાત એસીબીએ 4 ઓક્ટોબર, 2022 ના રોજ જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરે આવકવેરા વિભાગના એડિશનલ કમિશનર (સેન્ટ્રલ રેન્જ-1) સંતોષ કરનાની સામે મળેલી ફરિયાદના આધારે ), અમદાવાદમાં જાળ બિછાવી હતી. કરનાની પર આરોપ છે કે તેણે કંપનીના ઓપરેટર પાસેથી 30 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેથી કંપનીના કર્મચારીઓ અને ઘર પર દરોડા દરમિયાન મળી આવેલા દસ્તાવેજોની શોધ સાથે સંબંધિત કેસમાં કંપની ઓપરેટરને મોટું આર્થિક નુકસાન ન થાય. ફરિયાદના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જે દરમિયાન અધિકારીના કહેવા પર આંગડિયા પેઢી ને રૂ. 30 લાખ આપવામાં આવ્યા હતા અને પછી વાતચીત કરવામાં આવી હતી. આ પછી, એસીબીની ટીમ કરનાનીને પકડવા માટે તેની ઓફિસ પહોંચી હતી, જ્યારે તે હોબાળો મચાવીને ભાગી ગયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590