પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી હતી. લખનૌ તરફથી મેયર્સે 22 બોલમાં 53 રન બનાવ્યા હતા.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની છઠ્ઠી મેચ ચાર વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ સ્કોરિંગ મેચમાં ચેન્નાઈએ લખનૌને 12 રને હરાવ્યું હતું.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં સાત વિકેટે 217 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. તેણે 31 બોલમાં 57 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ગાયકવાડે ત્રણ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા. ઋતુરાજ સિવાય ડેવોન કોનવેએ 29 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. તેણે પાંચ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ગાયકવાડ અને કોનવેએ પ્રથમ વિકેટ માટે 9.1 ઓવરમાં 110 રનની ભાગીદારી નોંધાવી હતી.
તેના સિવાય અંબાતી રાયડુએ 14 બોલમાં 27 રન અને શિવમ દુબેએ 16 બોલમાં 27 રન બનાવ્યા હતા. મોઈન અલીએ 13 બોલમાં 19 રનનું યોગદાન આપ્યું હતું. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ત્રણ બોલનો સામનો કર્યો હતો. તેણે પહેલા બે બોલમાં બે સિક્સર ફટકારી હતી. ત્રીજા બોલ પર માર્ક વુડે તેને આયુષ બદોનીના હાથે કેચ કરાવ્યો હતો. બેન સ્ટોક્સ આઠ અને રવિન્દ્ર જાડેજા ત્રણ રન બનાવીને આઉટ થયા હતા. મિશેલ સેન્ટનર એક રન બનાવીને અણનમ રહ્યો હતો. માર્ક વૂડ અને રવિ બિશ્નોઈએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. અવેશ ખાનને સફળતા મળી.
જવાબમાં લખનૌ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 205 રન જ બનાવી શકી હતી. 218 રનના ટાર્ગેટનો પીછો કરતા લખનૌ સુપર જાયન્ટ્સે ધમાકેદાર શરૂઆત કરી હતી. કેપ્ટન કેએલ રાહુલ અને ઓપનર કાયલ મેયર્સે પ્રથમ વિકેટ માટે 33 બોલમાં 79 રન જોડ્યા હતા. મેયર્સે 22 બોલમાં 53 રન બનાવ્યા હતા. મોઈન અલીએ તેને ડેવોન કોનવેના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
દીપક હુડ્ડાના રૂપમાં લખનૌ સુપર જાયન્ટ્સને વધુ એક ઝટકો લાગ્યો છે. તે મિચેલ સેન્ટનરની બોલિંગ પર બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. હુડ્ડા છ બોલમાં બે રન બનાવીને સાતમી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. આ પછી કૃણાલ પંડ્યા 10મી ઓવરના છેલ્લા બોલ પર આઉટ થયો હતો. તે મોઇન અલીના બોલ પર રવિન્દ્ર જાડેજાના હાથે કેચ આઉટ થયો હતો. ક્રુણાલે નવ બોલમાં નવ રન બનાવ્યા હતા.
આ પછી લખનૌને માર્કસ સ્ટોઈનિસના રૂપમાં પાંચમો ઝટકો લાગ્યો હતો. તે 14મી ઓવરના બીજા બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો. મોઈન અલીએ તેની વિકેટ લીધી હતી. સ્ટોઇનિસે 18 બોલમાં 21 રન બનાવ્યા હતા. અત્યાર સુધી મોંઘા સાબિત થયેલા તુષાર દેશપાંડે ચેન્નાઈ સુપર કિંગ્સને મોટી સફળતા અપાવ્યો. તુષારે 16મી ઓવરના છેલ્લા બોલ પર ખતરનાક બેટ્સમેન નિકોલસ પૂરનને આઉટ કર્યો હતો. પૂરન 18 બોલમાં 32 રન બનાવીને બેન સ્ટોક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. ચેન્નાઈ તરફથી મોઈન અલીએ ચાર, તુષાર દેશપાંડેએ બે અને સેન્ટનેરે એક વિકેટ લીધી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590