Latest News

સોનગઢના ટોકરવા ગામ ખાતે ઘરના કબાટમાં મુકેલા રોકડા 40 હજાર રૂપિયાની ચોરી

Proud Tapi 08 Mar, 2024 03:29 PM ગુજરાત

સોનગઢ તાલુકાના ટોકરવા ગામના વિષમહુડા ફળિયા ખાતે ઘરમાં મુકેલ રોકડા  40 હજાર રૂપિયાની ચોરી થઈ હતી.ત્યારે ચોરી થઈ જતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

સોનગઢ તાલુકાના ટોકરવા ગામના વિષમહુડા ફળિયા ખાતે રહેતા દાનીયેલ મીરીયા ગામીત એ પોતાના ઘરમાં કબાટમાં રોકડા 40 હજાર રૂપિયા મૂક્યા હતા.જોકે કોઈ ચોર ઈસમે ઘરમાં પ્રવેશ કરીને કબાટમાંથી 40 હજાર રૂપિયા ચોરી લીધા હતા. ચોરીને લઈને સોનગઢ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવ્યો હતો. સોનગઢ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post