મહેશ પાડવી(પ્રતિનિધિ) : કુકરમુંડા તાલુકાના ફૂલવાડી ગામ ખાતે દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દ્વારા "બાળ આરોગ્ય મેળા" ની ઉજવણી કરવામાં આવી હતી. આ મેળામાં આનંદોત્સવ અને આરોગ્યના જ્ઞાન સાથે રમત ગમત દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.
દિવાળીબેન ટ્રસ્ટ, બારડોલી પ્રેરક-દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ, નવસારી દ્વારા કુકરમુંડા તાલુકાના ફુલવાડી ગામ માં “બાળ આરોગ્ય મેળા”નું આનંદોત્સવ અને આરોગ્ય જ્ઞાન સાથે રમત-ગમ્મત દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કુકરમુંડા તાલુકાના ફૂલવાડી, પાટી, કોરાલા, રાજપુર,તુલસા, કંડ્રોજ,બાલંબા, કૌઠીપાડા, બેજ, ડોડવા, મૌલી પાડા, ચિખલીપાડા,કેરળી એમ કુલ ૧૩ જેટલા ગામોની પ્રાથમિક શાળાના કુલ ૧૩૦૦ બાળકો આમાં જોડાયા હતા.
તેમજ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તાલુકા પ્રમુખ કુકરમુંડા અમરસિંગ પૂંજર્યા પાડવી ,જિલ્લા કોષાઅધ્યક્ષ એલ.એમ. પાડવી ,કુકરમુંડા તાલુકા પંચાયતના સભ્ય યોગીતાબેન પાડવી,ફૂલવાડી પંચાયતના સભ્ય સાગર વળવી ,સી.આર.સી કુકરમુંડા પાર્થિવ પટેલ,કુકરમુંડા તાલુકા કો -ઓડીનેટર મહેશ પાડવી હાજર રહ્યા હતા.
બાળ આરોગ્ય મેળા અંતર્ગત બાળકોનું રજીસ્ટ્રેશન,ગુડીબેગનું વિતરણ, વજન-ઉચાઈ, હિમોગ્લોબિન તપાસ, આરોગ્ય તપાસ,તેજસ હોસ્પિટલ દ્વારા આંખની તપાસ, દાંત ની કાળજી,પઝલ,વિજ્ઞાનના પ્રયોગો,તંદુરસ્તી સુધી પહોંચો,રીંગ ફેક, પોષણ-વિટામીન કુંદ,હીટ ધ ટારગેટ,આર્ટ એન્ડ ડ્રાફ્ટ, શરીરના આંતરિક અંગો, આદર્શ બાળક, ગુડ ટચ બેડ ટચ, વેસ્ટ મેનેજમેન્ટ, વ્યસનમુકિત નાટક, યોગા, સારી ટેવ- ખોટી આદત, મેડિકલ કીટ, કાટુન, હેલો માસિક,આરોગ્ય અગ્રિમતા,દ્રશ્ય-શ્રાવ્ય જેવા અનેક સ્ટોલની મદદથી આનંદ મજા સાથે જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.બાળ આરોગ્ય મેળાની મેનેજમેન્ટ ટીમ ભાવેશ પટેલ, અમર પાડવી, રોશની પાનવાલા અને ડિમ્પલ માહોરની અને તમામ જયોતિર્ધરની મહેનત અને પરિશ્રમ ના કારણે આ બાળ આરોગ્ય મેળો સફળ રીતે પૂર્ણ થયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590