શિક્ષણ સમિતિના ઇતિહાસમાં શિક્ષકોની સૌથી મોંઘી લડત
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોના ગ્રેડ પેની લડત માટે સૌથી મોંધી લડત આ વખતે પડી છે. શિક્ષકોના ગ્રેડ પે અપાવવા મુદ્દે કોર્ટમાં કેસ દાખલ થયો ન હોવા છતાં શિક્ષકોના એક ગ્રુપે ૨૭.૬૦ લાખ વકીલને એફિડેવિટ માટે ચુકવ્યાનો દાવો કર્યો છે. આ અંગે ભારે વિવાદ બાદ કોર્ટ કેસ માટે ફી ઉઘરાવનાર ગ્રુપે શિક્ષકોને ત્રણ ત્રણ હજાર પાછા આપવાનું શરૂ કર્યું છે. પરંતુ બાંહેધરી પત્રક પર કેટલી રકમ પરત આપવામાં આવે છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હોવાથી બીજાે વિવાદ ઉભો થયો છે. આ ઉપરાંત માત્ર એફીડેવીટ માટે ૨૭.૬૦ લાખની ચુકવણી કરવી પડે તે અંગે પણ અનેક શિક્ષકો શંકા કુશંકા ઉભી રહી રહ્યા છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ગ્રેડ પે મળે તે માટે સરકાર નો ચુકાદો આવે તેવી શક્યતા હોવા છતાં કેટલાક શિક્ષકો ના જુદા જુદા ગ્રુપ દ્વારા કોર્ટ કેસ ના નામે શિક્ષકો પાસે સાત સાત હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા.
જાેકે, શિક્ષક દ્વારા રોકવામા આવેલા એડવોકેટ દ્વારા કોર્ટમાં કેસ દાખલ કરવામા આવે તે પહેલાં જ સરકારે ગ્રેડ પે નો ચુકાદો આપી દીધો હોવાથી શિક્ષકો પાસે ઉઘરાવેલા પૈસા પરત આપવાની માગણી શરુ થઈ હતી. શરૂઆતમાં આ પૈસા નહી મળે તેવી વાતો કરવામાં આવતી હતી પરંતુ શિક્ષકો પાસે ઉઘરાવેલા પૈસા મુદ્દે ભારે વિવાદ બાદ પણ પૈસા પરત આપવા માટે પૈસા ઉઘરાવનારા ગ્રુપ દ્વારા કોઈ તૈયારી બતાવવામા આવી ન હતી. દરમિયાન શિક્ષકોના એક ગ્રુપે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સમગ્ર મુદ્દાની જાણ કરી હતી ત્યારબાદ શિક્ષકોએ ચુકવેલા પૈસા પુરા પાછા મળે તેવી શક્યતા હતા. એક શિક્ષકે આ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો તેને પુરા સાત હજાર પાછા આપવામાં આવ્યા હતા. પરંતુ અન્ય શિક્ષકોને પૈસા પરત આપવા મુદ્દે કોઈ ફોડ પાડવામાં આવતા ન હતો. આ અંગે વિવાદ વધુ વકરે તે પહેલાં છેલ્લા ત્રણેક દિવસથી જે સ્કુલમાંથી પૈસા ઉઘરાવ્યા હતા તે સ્કૂલમાં જઈને શિક્ષકોને બાંહેધરી પત્રક પર સહી કરીને ત્રણ ત્રણ હજાર રૂપિયા પરત આપવામાં આવી રહ્યાં છે. કોર્ટ ફી પેટે એક શિક્ષક દીઠ સાત સાત હજાર રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા તેના બદલે ત્રણ ત્રણ હજાર રૂપિયા પરત આપવામાં આવી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590