Latest News

તાપી જિલ્લામાં કાલે કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની પરીક્ષા યોજાશે

Proud Tapi 29 Mar, 2024 10:19 AM તાપી

છાત્રો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તેવા આશય સાથે કેટલાંક પ્રતિબંધો સાથે પ્રસિદ્ધ કરાયેલું જાહેરનામુ 

તાપી જિલ્લામાં તા.૩૦ માર્ચ,૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને બપોરે ૩.૦૦ કલાકે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા તાપી જિલ્લાના વિવિધ કેન્દ્રો પર યોજાનાર છે. ત્યારે પરીક્ષાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ-તાપીએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.

જાહેરનામા મુજબ, પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રોની આજુબાજુમાં ૧૦૦ મીટરના ઘેરાવના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર કે ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્રિત થવા પર કે, કોઈપણ વ્યક્તિએ (પરીક્ષાર્થી સહિત) હથિયાર કે મોબાઈલ ફોન પરીક્ષા કેન્દ્રની અંદર લઈ જવા પર કે, પરીક્ષાના સમય દરમિયાન તેના ઉપયોગ પર કે, લાઉડસ્પીકર વગાડવા પર તથા પરીક્ષા સમય શરૂ થવાના એક કલાક પહેલાથી પરીક્ષા કેન્દ્રોની આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં ઘેરાવ રાખવા પર પ્રતિબંધ ફરમાવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post