કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (KAPS)ના સ્થાનિક સિક્યોરિટી ગાર્ડ (સિવિલ)ના કામદારોને 65 વર્ષે નિવૃત્તિ આપવાના બદલે 45 વર્ષની ઉંમર થતા તેમને કાઢી મૂકવામાં આવ્યા છે.ત્યારે અસરગ્રસ્ત સુરક્ષા રક્ષકોને ફરીથી નોકરી પર રાખવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત શ્રમિક સંગઠન દ્વારા તાપી જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન (KAPS) ખાતે જે સિક્યોરિટી ગાર્ડએ 45 વર્ષની ઉંમર પૂરી કરી છે. તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. ત્યારે આ કર્મચારીઓ સાથે ભેદભાવ કરવામાં આવ્યો છે. કારણ કે અન્ય લોકોને 65 વર્ષ સુધી ગાર્ડની નોકરી પર રાખવાની જોગવાઈ છે.
આ પ્રકારે સિક્યોરિટી ગાર્ડને નોકરી પરથી કાઢી મૂકવામાં આવતા તેમને સ્થાનિક સ્તરે સીધી અસર થઈ રહી છે.નોકરી છીનવાઈ ગઈ હોવાને કારણે કામદારોની આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે.તેમજ કામદારોના વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બાળકોની સંભાળ રાખવી મુશ્કેલ બની જાય તેમ છે.અને બાળકોના શિક્ષણ અને ભવિષ્ય પર ઘણી મોટી અસર પડશે.
ત્યારે આ કામદારોની આજીવિકા ચાલે તે રીતે નો કોઈ યોગ્ય નિર્ણય લઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કામદારો તાપી જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
તેમજ 5 દિવસમાં યોગ્ય જવાબ નહીં મળે તો ગુજરાત મજૂર સંગઠન સ્થાનિક રીતે અસરગ્રસ્ત સુરક્ષા રક્ષકોના અધિકારો અને અધિકારો મેળવવા માટે આગળની કાર્યવાહી કરશે જેને સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590