એન.એસ.એસ. કેડેટ્સ દ્વારા આયોજિત મતદાન જાગૃતતા શિબિરમાં ૮૦ થઈ વધુ દિવ્યાંગ મતદાતાઓની ઉપસ્થિતિ
કુકરમુંડા તાલુકા સેવાસદન ખાતે PWD ના નોડલ અધિકારી અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડના અધ્યક્ષસ્થાને “દિવ્યાંગ મતદાર જાગૃતિ અભિયાન ૨૦૨૪” નું આયોજન કરાયું હતું.જ્યાં કુકરમુંડા,નિઝર અને ઉચ્છલના દિવ્યાંગ મતદારોને, ભારત દેશની લોકશાહીને મજબૂતી પ્રદાન કરવા માટે બંધારણ તરફથી મળેલા મતાધિકારનો ઉપયોગ કરવા તેમજ મતદાનનું મહત્વ સમજાવાયુ હતું.
તાપી જિલ્લા PWD નોડલ અધિકારી એસ.વી.રાઠોડ દ્વારા ચુંટણી પંચ દ્વારા ૮૦ થી વધુ દિવ્યાંગ મતદાતાઓને મતદાન કેન્દ્ર પર પુરી પાડવામાં આવતી વ્હીલચેર, સહાયકની વ્યવસ્થા,બ્રેઈલ લિપિ , સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા) તેમજ વાહન વ્યવહાર જેવી વિશેષ સુવિધાઓ અંગે માહિતગાર કર્યા હતા.વધુમાં દિવ્યાંગ મતદારોને Saksham App થકી દિવ્યાંગ મતદાતા ઘરબેઠા પોતે PWD મતદાતા તરીકે ફ્લેગિંગ તેમજ ઉક્ત સુવિધાઓ માંથી કોઈ એક સુવિધા મેળવવા માટે સંબંધિત એપના ઉપયોગ અંગેની ઝીણવટપૂર્ણ માહિતી આપી હતી.
આ શિબિરનું આયોજન એન.એસ.એસ.કેડેટ દ્વારા કરાયું હતું.આ શિબિરમાં એન.એસ.એસ. કેડેટની જવાબદારી પણ સુનિશ્ચિત કરાઈ હતી.જેમાં સાઈન લેંગવેજમાં મુક બધિર દિવ્યાંગ સાથે સામાન્ય વાર્તાલાપ અંગેની પણ સમાજ આપવામાં આવી હતી.મતદાનના દિવસે મતદાન કેન્દ્ર પર દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને મતદાન કેન્દ્ર પર સહાયકની સુવિધા માટે એન.એસ.એસ.કેડેટને પ્રેરિત કરવામાં આવ્યા હતા.
આ શિબિરમાં કુકરમુંડાના નાયબ મામલતદાર નિકુંજભાઈ, તાપી જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના પ્રતિનિધિઓ, શિક્ષણ વિભાગના સ્પેશીયલ એજ્યુકેટર, સ્પેશીયલ ટીચરો દ્વારા દિવ્યાંગોને મતદાન અંગેની જાણકારી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590