શ્રી સાઈબાબા મંદિર બાલપુર ખાતે જરૂરિયાતમંદ વિધવા બહેનોને વસ્ત્રદાન,ભાઈઓને ધાબળા વિતરણ તથા શાળાના બાળકોને સ્કુલ કીટ અર્પણ કરાઈ
અયોધ્યા ખાતે રામચંદ્રજીના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે તા.૨૨/૦૧/૨૦૨૪ના રોજ તાપી જીલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામે શ્રી સાઈ કથાકાર બાબાનંદજી,વ્યારા તથા શ્રી દેવનારાયણ ગૌશાળા આશ્રમના પ્રણેતા તારાચંદ બાપુના પાવન સાંનિધ્યમાં દિવ્ય સેવા યજ્ઞ યોજાયો હતો. શ્રીરામ જન્મભૂમિ અયોધ્યા મુકામે ઉત્સવનો માહોલ જામ્યો હતો ત્યારે શ્રી સાઈબાબા મંદિર બાલપુર ખાતે દેવનારાયણ ગૌશાળા આશ્રમ મોતા ગામ,બારડોલી આયોજીત દિવ્ય સેવા યજ્ઞમાં જરૂરિયાતમંદ વિધવા બહેનોને વ્સ્તરદાન તેમજ જરૂરિયાતમંદ ભાઈઓને ધાબળાનું દાન કરવામાં આવ્યું હતું જ્યારે શાળાના બાળકોને સ્કુલ કીટ અર્પણ કરાઈ હતી.
આ પ્રસંગે સહાયક માહિતી નિયામકશ્રી નિનેશકુમાર ભાભોર, વ્યારા નગર પાલિકાના પૂર્વ પ્રમુખ શ્રી મહેરનોશભાઈ જોખી, GTPL ના ચીફ એડિટર શ્રી વિજયભાઈ ગોસ્વામી, બાલપુર ગામના સરપંચ શ્રી કમલેશભાઈ ગામીત તથા ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590