કોરોના સમયે સારી કામગીરી કરવા બદલ ડૉ.સૂર્યકાંત પટેલને અનેક પ્રમાણ પત્રો મળી ચૂક્યા છે.તેમજ તેઓ વિશ્વ ગુજરાતી સમાજ ના યુવા સંગઠનમાં રાષ્ટ્રીય કન્વીનર પણ છે |
તાપી જિલ્લાના નિઝર તાલુકામાં ડોકટર તરીકે સેવા આપતા ડો.સૂર્યકાંત નરસુભાઈ પટેલ દ્વારા નિઝર, કુકરમુંડા ,ઉચ્છલ સહિત તાપી જિલ્લાના ગામડાઓના અનેક લોકોના ઓપરેશન લક્ષી મદદ કરી અનેક લોકોના જીવ બચાવ્યા છે.નિઝર તાલુકાના મુબારકપુર ખાતે રહેતા દક્ષ ગણેશ પટેલ નામના બાળકને cdh નામ ની બીમારી હતી.જેની જાણ ડો.સૂર્યકાંત પટેલને ૨૨ માર્ચ ૨૦૨૩ના રોજ થતાં બાળકની સારવાર તત્કાલ જરૂરી હોય ડો. સૂર્યકાંત પટેલ દ્વારા બાળકના પિતાને યોગ્ય માર્ગદર્શન આપી નિઝર થી વ્યારા લાવી જિલ્લા કલેકટર અને જિલ્લા આરોગ્ય અધિકારી નો ટેલર એકજ દિવસમાં કાઢી આપી બાળકને ૨૩ માર્ચ ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આવેલ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર માટે મોકલી ઓપરેશન કરાવવામાં મદદ કરી હતી.
નિઝર તાલુકામાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડો.સૂર્યકાંત પટેલે કોરોનામાં પણ લોકોને આરોગ્ય લક્ષી ૨૪ કલાક મદદ કરી હતી.જેના લીધે તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.ડો.સૂર્યકાંત પટેલની વાત કરીએ તો તેમણે ૧ થી ૫ ધોરણનો અભ્યાસ નિઝર ખાતે આવેલ આર. જી. પટેલ વિધ્યાલયમાં કર્યો અને ૬ થી ૯ રુંગટા હાઇસ્કૂલ ભરુચ અને ૧૧ થી ૧૨ શહાદા તેમજ બેચલર ડિગ્રી (B.A.M.S.) નગાંવ ,ધૂળે તેમજ માસ્ટર ડિગ્રી અમેરિકા થી પ્રાપ્ત કરી છે. ડો.સૂર્યકાંત પટેલ પોતાની સારી કામગીરીના કારણે અવાર નવાર વર્તમાન સમાચાર પત્રોમાં દેખાતા હોય છે.
ડો.સૂર્યકાંત પટેલ (નિઝર બ્લોક ઓફિસર )
જિલ્લા તંત્ર પરિસ્થિતિઓની ગંભીર તા જાણી હંમેશા મદદરૂપ થાય છે ,જેથી દર્દીને સમયસર સારવાર મળતા એની હેરાન ગતિ થતી નથી.અને પરિણામે ઘણા બધા બાળકોને જીવનદાન મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590