ઢોલ સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રૂ.૨૧૦૦૦/-, દ્વિતીય ક્રમે રૂ.૧૫૦૦૦/- અને તૃતિય ક્રમે રૂ.૧૧૦૦૦/-ના પુરસ્કાર એનાયત થશે.
ગુજરાત સરકારનાં રમત ગમત,યુવા અને સાંસ્ક્રૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા કમિશનરશ્રી,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર,તાપી દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, વ્યારા ખાતે “પલાશ પર્વ”-હોળી મહોત્સવની ઉજવણી આગામી તા.૧૬/૦૩/૨૦૨૪ તથા તા.૧૭/૦૩/૨૦૨૪ દરમ્યાન કરવામાં આવનાર છે. આ પર્વની ઉજવણી નિમિત્તે વિવિધ આદિવાસી જૂથો દ્વારા પરંપરાગત સંગીતકળા, વાદ્યકળા, નૃત્યકળા તેમજ વિવિધ આદિવાસી વાનગીઓના સ્ટોલ પણ રાખવામાં આવનાર છે.
આ મહોત્સવને અનુલક્ષીની આગામી તા.૧૭/૦૩/૨૦૨૪ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ પુર્ણ થયા બાદ ઢોલ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં પ્રથમ ક્રમે વિજેતા થનારને રૂ.૨૧૦૦૦/-, દ્વિતીય ક્રમે વિજેતા થનારને રૂ.૧૫૦૦૦/- અને તૃતિય ક્રમે વિજેતા થનારને રૂ.૧૧૦૦૦/- પુરસ્કાર પણ આપવામાં આવશે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોએ આગામી તા.૧૫/૦૩/૨૦૨૪ સુધી કચેરી સમય દરમ્યાન પોતાનું નામ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, તાપી બ્લોક નં-૬, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, પાનવાડી, વ્યારા,જિ.તાપી ખાતે નોંધાવી જવાનું રહેશે. જેના નામ નોંધાયેલા હશે તેમને જ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવશે એમ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, વ્યારા તાપીની અખબારી યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590