રોલર ક્રશ બેરીયર ટેકનોલોજીથી માર્ગ અકસ્માતથી થતા માનવ મૃત્યુ તથા ખીણમા જતા વાહનોને અટકાવી શકાશે
ઘાટ માર્ગમા અકસ્માત નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા રોલર ક્રશ બેરીયરનો ગુજરાતમા સંભવતઃ સૌ પ્રથમ પાઇલોટ પ્રોજેક્ટ ડાંગ જિલ્લામા અમલી કરાયો છે. રૂપિયા 1015.01 લાખની માતબર રકમથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટના કારણે ગંભીર અકસ્માતો અને તેમાં મૃત્યુ પામતા લોકોની સંખ્યામા નોધપાત્ર ઘટાડો નોંધાયો છે.
ગુજરાત રાજ્યના ગિરિમથક સાપુતારાને જોડતો વઘઇ-સાપુતારા રોડ અગત્યનો રાજ્યધોરી માર્ગ છે. આ રોડ પર્વતીય વિસ્તારમાંથી પસાર થતો હોવાથી ઘણી જગ્યાએ ઉંડી ખીણ તેમજ ભયજનક વંળાક વિસ્તાર આવે છે.આ રસ્તા ઉપર અકસ્માત નિવારવા માટે મુખ્યમંત્રીશ્રી તેમજ માર્ગ મકાન મંત્રી દ્વારા રસ્તાના કુલ 11 ભયજનક વળાંકોમા પાઇલોટ પ્રોજેક્ટ તરીકે રોલર ક્રશ બેરીયરનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ કામગીરી અગ્રતાના ધોરણે પુર્ણ કરાઈ છે.
ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ તેમજ જિલ્લા પોલીસ વડા રવિરાજસિંહજી જાડેજા રાજ્ય સરકારની અકસ્માત નિવારણની કામગીરીને ધ્યાને લેતા જિલ્લામા અકસ્માત નિવારણ માટે સતત પ્રયત્નશીલ છે.અકસ્માતથી બચવા માટે મુસાફરોમા જાગૃકતા આવે તે માટે વિવધ કાર્યોક્રમો પણ કરવામા આવી રહ્યા છે.
ડાંગ જિલ્લામા ગત દિવસો કરતા હાલ અકસ્માતોના કેસોમાં 50 ટકા જેટલો ધટાડો નોંધાયો છે.માર્ગ અને મકાન વિભાગના પેટા વિભાગ વઘઇના નાયબ કાર્યપાલક ઇજનેર એમ.આર.પટેલ જણાવે છે કે,રાજ્ય સરકારના અકસ્માત નિવારણના ભાગરૂપે ગુજરાતના ડાંગ જિલ્લામા સંભવતઃ પ્રથમ પાટલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમા હાલ 11 ભયજનક વળાંકની સ્થિતીએ રોલર લગાવવામા આવ્યા છે. આ રોલર લગાડવાના કારણે સત્વરે એક ખાનગી બસનો આબાદ બચાવ થયો હતો.
દેવીપાડા–બારખાધ્યા ફાટક પાસેની અંબિકા નદી નજીકના વળાંકમા ગત દિવસોમા રાત્રી દરમિયાન આ બસનો ગંભીર અકસ્માત થયો હતો. પરંતુ અહિં રોલર સિસ્ટમના કારણે બસના 28 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
ખાનગી બસ ચાલક પ્રંશાતભાઇ જણાવે છે કે, તેઓ રાત્રી દરમિયાન મુસાફરોને લઇ પરત આવતા હતા, જે વખતે દેવીપાડા ખાતે વળાંકમા બસ કાબુમા ન આવતા ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી. પરંતુ રોલર ક્રશ બેરીયરના કારણે બસ વળાંક પાસે રોલરને અથડાઉ પરત આવી, અને બસ ખાઇમા જતી બચી ગઇ હતી.જો રોલર ક્રશ બેરીયર ના હોત તો બસ નદીના ખીણમા જવાની પૂરેપૂરી સંભાવના હતી.સરકાર દ્વારા વળાંક વિસ્તારમા રોલર ક્રશ બેરીયર લગાવતા મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનુ તેઓએ વધુ જણાવ્યુ હતુ.
દેવીપાડા ગામના સ્થાનીક વિજયભાઇ પટેલ જણાવે છે કે, ભુતકાળમા તેઓએ દેવીપાડા-બારખાધ્યા ફાટક પાસે ગંભીર અકસ્માતો થતા જોયા છે. પંરતુ રોલર ક્રશ બેરીયર હોવાના કારણે અહિં અકસ્માતોની સંખ્યામા નોંધપાત્ર ધટાડો થયો છે.
વઘઇ-સાપુતારા રોડ ઉપર અકસ્માત ઝોન વિસ્તારમા લગાડવામા આવેલ રોલર ક્રશ બેરિયરથી ગુજરાત મોડલની કામગીરી ઉડીને આંખે વળગી રહી છે. સતત વાહન વ્યવહારથી ધમધમતા આ માર્ગ ઉપર રોલર ક્રશ બેરીયરના કારણે ચોક્કસથી અકસ્માતો નિવારી શકાશે.
શું છે રોલર ક્રશ બેરીયર્સ ?
રોલર ક્રશ બેરીયર્સ સૌ પ્રથમ વર્ષ 2006મા કોરીયામા નાંખવામા આવી હતી. ત્યારબાદ આજદિન સુધીમા કુલ 33 દેશમા રોલર બેરીયર્સ અકસ્માત સ્થળ પર નાંખવામા આવેલ છે. જેમા ભારત દેશમા સૌ પ્રથમ હિમાચલ પ્રદેશ રાજ્યમા નેશનલ હાઇવે પર રોલર ક્રશ બેરીયર લગાડવામા આવ્યા હતા. જે બાદ ગુજરાત રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારા રોડ પર આ પાયલોટ પ્રોજેક્ટ તરીકેની કામગીરી કરવામા આવી છે.
આ રોલર બેરીયર્સ કોરીયાની ઇ.ટી.આઇ. કંપની દ્વારા બનવવામા આવે છે. જે કંપનીમાંથી દરેક કોમ્પોનેન્ટ ઇમ્પોર્ટ કરવામા આવે છે. 20 વર્ષ 2006મા કોરીયા દેશમા સૌ પ્રથમ નાંખવામા આવેલ રોલર બેરીયર્સ હજીપણ અકબંધ છે. રોલર બેરીયર્સની ક્રેશ ટેસ્ટીંગ આસ્ટો (AASHTO) દ્વારા કરવામા આવેલ છે. રોલર બેરીયર્સ ઇમ્પેક્ટ એનર્જીને રોટેશનલ એનર્જીમા ફેરવે છે. જેથી વાહન અથડાયને ફરીથી મુળ લેનમા આવી જાય છે. જેનાથી પ્રાણઘાતક અકસ્માત નિવારી શકાય છે.
રોલિંગ સેફ્ટી બેરિયર્સ અસર ઊર્જાને શોષવા કરતા વધુ કરે છે. તેઓ સંભવિત રીતે સ્થાવર અવરોધને તોડવાને બદલે વાહનને આગળ ધકેલવા માટે અસર ઉર્જાને રોટેશનલ એનર્જીમાં રૂપાંતરિત કરે છે. જેની ડ્રોઇંગમાં બતાવ્યા પ્રમાણે ડિઝાઇન આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590