નાની ચીખલી ગામના યુવકને તેના મિત્રએ પૈસા પરત આપવા બોલાવ્યો હતો.ત્યારે મિત્ર સહિત ચાર જણા એ વ્યારાના નવા ઢોડીયાવાડ ઉકાઈ ડાબા કાઠા નહેરના કિનારે યુવકને લાકડા ના સપાટા વડે માર માર્યો હતો.જે બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.
વ્યારા તાલુકાના નાની ચીખલી ગામના સુનિલ વિરસિંગ ગામીત (ઉ. વ.૨૩)ના મોબાઇલ પર તેમના મિત્ર જીજ્ઞેશ ઉર્ફે જીગો મહેશ ચૌધરીનો (રહે. ઢોડિયાવાડ,વ્યારા તા.વ્યારા જી.તાપી )ફોન આવ્યો હતો અને આવેલ અને જીગ્નેશ ચૌધરીએ જણાવેલ કે,"રૂ.૪,૫૦૦/- લેવાના છે તે મને આપી દો." ત્યારબાદ સુનિલ ગામીત તેના મિત્ર જીગ્નેશ ગામીત સાથે ફોરવ્હીલમા બેસી નવુ ઢોડીયાવાડ ઉકાઈ ડાબા કાઠા નહેર ઉપર ગયા હતા અને ત્યા મિત્ર જીજ્ઞેશએ રૂ.૪,૫૦૦/-ની માંગણી કરી હતી.ત્યારે જીજ્ઞેશભાઈ ઉર્ફે જીગો તથા તેના મિત્ર બકુલ અનિલ ઢોડીયા (રહે.ઢોડિયાવાડ,વ્યારા તા.વ્યારા જી.તાપી )તથા દેવાંગ જગદીશ ઢોડીયા(રહે.ઢોડિયાવાડ,વ્યારા તા.વ્યારા જી.તાપી )અને જય અરૂણ ઢોડીયા (રહે.ઢોડિયાવાડ,વ્યારા તા.વ્યારા જી.તાપી )એ યુવક સાથે ઝપાઝપી કરી હતી.તેમજ લાકડીથી માર મારવામાં આવ્યો હતો.ત્યારે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.વ્યારા પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 8000930590