Latest News

ઉચ્છલ તાલુકાની વિવિધ શાળાઓમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે માર્ગદર્શન અને ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો

Proud Tapi 31 Jan, 2024 02:55 PM ગુજરાત

આપત્તિના સમયે પોતાનો અને બીજા લોકોનો જીવ કેવી રીતે બચાવી શકાય તે અંગે બાળકોએ શીખ મેળવી

સમગ્ર રાજ્યમાં શાળા સલામતી સપ્તાહ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે તાપી જિલ્લાના  છેવાડે આવેલા ઉચ્છલ તાલુકાની વિવિધ શાળાઓમા શાળા સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ટોકરવા નેસુ અને કાટીસકુવા પ્રાથમિક શાળા,નારણપુરા મુખ્ય શાળા, કરોડ પ્રાથમિક શાળા ખાતે આગ, પુર,ભૂકંપ,જેવી આપત્તિના સમયે કેવી રીતે પોતાનો અને બીજા લોકોનો જીવ બચાવી શકાય તે માટે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને સોનગઢ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા મેગા ઇવેન્ટ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં  ફાયર વિભાગ દ્વારા તમામ શાળાઓમાં બાળકો,શિક્ષકો અને વાલીઓને આગ,પુર જેવી ઘટના બને ત્યારે કેવી રીતે એકબીજાને મદદરૂપ બનવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ બચાવ કામગીરીના સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે બાકોળોને લાઇવ ડેમોસ્ટ્રેશન બતાવવામાં આવ્યું હતું. આ સાથે આપત્તિ ને લગતા પોસ્ટરો પણ વિતરણ કરવામાં આવ્યા હતા.

ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ અધિકારી કરન ગામીતે શાળા સલામતી કાર્યક્રમ નો હેતુ, મહત્વ, ઈમરજન્સી સમયે કોના કોના ફોન નંબર પોતાની પાસે હોવા જોઈએ? તે અંગે વિસ્તૃત સમજ આપી હતી.

નોંધનિય છે કે, ઉચ્છલ તાલુકાના કેટલાક ગામો તાપી નદીના કિનારે વસેલા છે. આવા અંતરિયાળ વિસ્તારના ગામોમાં આગ લાગવાની તેમજ ચોમાસાની ઋતુમાં પૂર આવવા જેવી ઘટનાઓ સમયાંતરે સર્જાતી હોય છે. ત્યારે શાળા સલામતી સપ્તાહ જેવા કાર્યક્રમો દ્વારા આપવામાં આવતી માહિતી અને ડેમોસ્ટ્રેશન આવા વિસ્તારો માટે ઘણા ઉપયોગી બની રહે છે.

શાળા સલામતી સપ્તાહ ૨૦૨૪ના કાર્યક્રમમાં જિલ્લા ડિઝાસ્ટરના અધિકારી કરન ગામીત, સોનગઢ નગરપાલિકા ફાયર વિભાગની સમગ્ર ટીમ અને  વિવિધ શાળાના બાળકો,શિક્ષકો, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - PROUDTAPI


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - PROUDTAPI


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - PROUDTAPI


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  8000930590  

Related Post